ETV Bharat / bharat

લદ્દાખમાં ગેલવાન ખીણનું નામ કાશ્મીરીના નામ પર કેમ રાખવામાં આવ્યું? - અક્સાઈ ચિન

ભારત અને ચીન લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શિંગડા ભરાવી રહ્યા છે. ત્યારે આ ક્ષેત્રમાં, સમસ્યા વિસ્તાર, ગેલવાન ખીણ, જે પ્રવર્તમાન પ્રતિકૂળ વાતાવરણ ઉપરાંત તેના કાશ્મીર જોડાણ માટે હાલ સમાચારમાં અને ચર્ચાનો વિષય બની છે.

લદ્દાખમાં ગેલવાન ખીણનું નામ કાશ્મીરીના નામ પર કેમ રાખવામાં આવ્યું?

author img

By

Published : Jun 16, 2020, 8:00 PM IST

શ્રીનગર: ભારત અને ચીન લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શિંગડા ભરાવી રહ્યા છે, ત્યારે આ ક્ષેત્રમાં, સમસ્યા વિસ્તાર, ગેલવાન ખીણ, જે પ્રવર્તમાન પ્રતિકૂળ વાતાવરણ ઉપરાંત તેના કાશ્મીર જોડાણ ચર્ચાનો વિષય બની છે.

નિષ્ણાતો જ્યારે ચર્ચા કરી રહ્યા છે કે, LAC પર તણાવપૂર્ણ વાતાવરણ કેવી રીતે દુર કરવામાં આવશે અને પર્વતીય ક્ષેત્રના બંને સૈન્ય વચ્ચેના સંબંધો કેવી રીતે સુધરશે, કાશ્મીર અને અન્યત્ર સ્થાનિક લોકો આશ્ચર્યચકિત છે કે કાશ્મીરી અટક-ગેલવાન , લદાખ કેવી રીતે પહોંચી અને હવે વિશ્વભરમાં એક કેન્દ્ર બિંદુ બની છે.

લદ્દાખમાં ગેલવાન ખીણનું નામ કાશ્મીરીના નામ પર કેમ રાખવામાં આવ્યું?
લદ્દાખમાં ગેલવાન ખીણનું નામ કાશ્મીરીના નામ પર કેમ રાખવામાં આવ્યું?

LAC નજીક ગેલવાન ખીણ, એ એક સ્થાનનું નામ છે. જ્યાં ગેલવાન તરીકે ઓળખાતી એક હિમનદીય પ્રવાહ હિમાલયના પર્વતોથી નીચે વહે છે. ગેલવાન નદી, તેના મૂળથી 80 કિમી પશ્ચિમ દિશામાં કારાકોરમ રેન્જમાં અક્સાઇ ચિન અને પૂર્વ લદ્દાખ થઈને શ્યોક નદીમાં જોડાય છે. સિંધુની નોંધપાત્ર ઉપનદી જે આ ક્ષેત્રમાં વ્યૂહરચનાત્મક મહત્વ તરીકે માનવામાં આવે છે અને જયાં હાલ ભારત અને ચીન વચ્ચે ઉકળતો સરહદ તણાવ છે. 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન પણ આ ખીણ એક ફ્લેશ પોઇન્ટ હતી.

આ સ્થાનનું નામ ગુલામ રસુલ શાહ ઉર્ફે ગેલવાન નામ આપવામાં આવ્યું છે, જે કાશ્મીરી મૂળનો હતો અને તે સમયના ડોગરા શાસકો દ્વારા ડર અને દમનના કારણે તેના પૂર્વજ કરરા ગેલવાન કાશ્મીરથી ભાગ્યા હતા અને બાલ્ચિસ્તાનમાં સ્થાયી થયા હતા.

ઇટીવી ભારત એ સ્થળનો ઇતિહાસ અને તે નામ પર જે વ્યક્તિનું નામ લખ્યું છે તેના વિશે જાણવા માટે ગેલવાન કુટુંબ સાથે વાત કરી હતી. ગુલામ રસુલ ગેલવાનના પૌત્ર મુહમ્મદ અમીન ગેલવાને જણાવ્યું હતું કે, ડોગરા મહારાજા શાસન દરમિયાન, કારરા ગેલવાન જુલમ ના કારણે સલામતી માટે ભાગી હતી અને બાલ્ટીસ્તાન માં રહી હતી.

અમીને જણાવ્યું કે ગુલામ રસુલનો જન્મ લેહમાં 1878 માં થયો હતો અને 12 વર્ષની ઉંમરે તેણે બ્રિટીશ પ્રવાસીઓ અને સંશોધકોને લદ્દાખના ભૂપ્રદેશ અને કોરાકરમથી મધ્ય એશિયા સુધીના માર્ગ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું.

અમીને કહ્યું કે, રસુલ ગેલવાનના પુત્રો અને પૌત્ર લેહમાં સ્થાયી થયા છે અને તેમનો તમામ વિસ્તૃત પરિવાર આ વિસ્તારમાં રહે છે.

ભારત-ચીન વચ્ચે તણાવ હોવાથી લેહની પરિસ્થિતિ વિશે અમીને કહ્યું કે લોકો પરિસ્થિતિથી ચિંતિત છે અને એલ.એ.સી તરફ ભારત સૈન્યની હિલચાલ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વધી છે.

જો કે, તેમણે કહ્યું કે લદ્દાખના લોકો ભારતીય સૈન્યના સંપૂર્ણ સમર્થનમાં છે અને આ પરિસ્થિતિમાં તેઓને તમામ સહાય કરશે.

બે અઠવાડિયા પહેલા, ઇટીવી ભારતએ, લદ્દાખના એક ઇતિહાસકાર અને લેખિકા ગની શેઠ સાથે, ગેલવાન ખીણ અને રસુલ ગેલવાન વિશે વાત કરી હતી.

શેઠે ઇટીવી ભારતને લગભગ સમાન વાર્તા કહી હતી જે મુહમ્મદ અમીન ગેલવાને આજના ઇન્ટરવ્યુમાં કહી હતી.

શેઠે કહ્યું કે ગુલામ રસુલ હિમાલયની રેન્જના પર્વતીય માર્ગો પર બ્રિટીશ પર્યટકોને મધ્ય એશિયા સુધી પહોંચવામાં મદદ કરતા હતા

ભારત ચીન વચ્ચે તણાવ છે ત્યારે , ગુલામ રસુલ ગેલવાન દ્વારા લખાયેલ “સાહેબોના સેવક ” પુસ્તકના અંશોથી કાશ્મીરીના સોશ્યલ મીડિયા વપરાશકર્તાઓની ફીડ ભરેલી છે . પુસ્તકની પ્રસ્તાવના બ્રિટિશ સંશોધક ફ્રાન્સિસ યંગહસબન્ડે લખી છે. પુસ્તકની ભલામણ કરવામાં આવી રહી છે અને તેની ડીઝીટલ નકલો (સ્ફોટ કોપી) ફેરવવામાં આવી રહી છે.

-મીર ફરહત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.