નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ આજે શરૂ કરેલી અટલ ભૂજલ યોજનાથી સાત રાજ્યોના 8350 ગામડાને ફાયદો મળશે.
જાણો શું છે અટલ ભૂજલ યોજના
અટલ ભૂજલ યોજનાને 12 ડિસેમ્બરે વિશ્વ બેન્કની મંજૂરી મળી ગઈ છે. જેનો હેતું પાણીની અછતથી જજૂમી રહેલા જિલ્લામાં સ્વચ્છ પીવાનું પાણીનું સ્તર વધારવાનું છે. જેના માટે 6 હજાર કરોડ રુપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે.
ક્યાં ક્યાં લાગુ થશે આ યોજના
ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર
ક્યાં આધાર પર આ રાજ્યોની પસંદગી થઈ
ભૂજળની અછત અને અન્ય માપદંડોના આધારે આ સાત રાજ્યોના 78 જિલ્લાની ઓળખાણ કરી છે, જ્યાં પાણી માટે અતિ ગંભીર સ્થિતી છે.
કેટલા ગામને મળશે ફાયદો
8530 ગામડાઓને આ યોજનાનો લાભ મળશે.
કેટલો ખર્ચ આવશે
પાંચ વર્ષમાં 6 હજાર કરોડ રુપિયાનો ખર્ચ આંકવામાં આવ્યો છે. જેના આધારે ગ્રામ પંચાયતો સારામાં સારુ કામ કરી શકશે. તેથી ગામડાઓમાં વધારે રકમ આપવામાં આવશે.
કોણ આપશે પૈસા
આ યોજના માટે 50 ટકા ભારત સરકાર અને બાકીની રકમ વિશ્વ બેન્ક આપશે.
આ યોજના જળ શક્તિ મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરશે.