આગર માલવા: નિપાનીયા હનુમાન ગામમાં દલિત પર અત્યાચારનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. સરપંચના પરિવારે અહીં ટુ વ્હીલર પર બેસવાના કારણે દલિત પરિવાર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતા અને પુત્ર ઘાયલ થયા હતા. આ અંગે પોલીસે સરપંચના પરિવારના 6 લોકો વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ વિપિન વાનખેડે ગામ નિપાનીયામાં ચૂંટણી ચૌપાલ માટે ગયા હતા. તે દરમિયાન પીડિત રાહુલ અને તેના ભાઈ ભગવાન માલવીયા પણ ત્યાં બેઠક જોવા ગયા હતા. જ્યારે પીડિતા અને સરપંચના સંબંધી વચ્ચે વાહન પર બેસવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે લોકોએ મામલો શાંત પાડ્યો હતો પરંતુ રાત્રે સરપંચના સંબંધીઓએ દલિત પરિવાર પર હુમલો કર્યો હતો. આ કેસમાં પોલીસે દરબારસિંહ નારાયણસિંહ, કમલસિંહ દેવસિંઘ, કિશોરસિંહ દેવસિંહ, નારાયણસિંહ અવતારસિંહ, કમલસિંહ દેવસિંઘ અને ગોપાલસિંહ મદનસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.