ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડૂએ રવિવારના રોજ કહ્યું કે, 'ન્યાય તુરંત ન થઈ શકે પરંતુ ન્યાય આપવામાં સતત વિલંબ પણ ન થવો જોઈએ નહીં તો લોકો અશાંત થઈ જશે અને કાયદો હાથમાં લેવાનો પ્રયત્ન કરશે'
CJIએ કહ્યું કે, 'ન્યાય ક્યારેય તરત નથી મળતો' તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, 'ગુનાહિત ન્યાય પદ્ધતિમાં કેસોના સમાધાન માટે જે સમય લાગે છે તે સંદર્ભમાં સ્થિતી વિશે પુનર્વિચાર કરવો જોઇએ'
નાયડુએ ન્યાય વ્યવસ્થાને લોકો માટે વધુ સરળ બનાવવાને લઈને અદાલતની કાર્યવાહીને સ્થાનિક ભાષાઓમાં કરવાની અપીલ કરી હતી, જેથી લોકો તેને સમજી શકે.
તેમણે એ પણ કહ્યું કે, 'કેટલીક ખાસ બાબતો જેમ કે ચૂંટણી અરજીઓ અને હાલના સાંસદો તેમજ ધારાસભ્યો વિરુદ્ધ અપરાધિક બાબતોમાં સમયબદ્ધ નિર્ણય લેવાની જરુરત છે'