વસંત પંચમી આ વખતે 2 દિવસ ઉજવાશે. કારણ કે આ વર્ષે પંચાંગ અનુસાર પંચમી તિથિ 9 ફેબ્રુઆરીએ 12:25થી શરૂ થઈ 10 ફેબ્રુઆરીએ 2:08 પુરી થાય છે. આવી પરિસ્થિતિમાં આ વર્ષ સરસ્વતી પૂજા એટલે વસંત પંચમી 2 દિવસ એટલે કે 9 અને 10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહી છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર જે તિથિમાં સૂર્યોદય થાય છે, તે તિથિને પુરો દિવસ માનવામાં આવે છે. એટલા માટે 10 ફેબ્રુઆરીએ સૂર્ય પંચમીમાં ઉદય થશે.
- www.youtube.com/embed/nnNCRQEKAjo
સનાતન ધર્મમાં વસંત પંચમીએ મંગલકારી દિવસ માનવામાં આવે છે. આ દિવસ પર કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. આ માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. આજના દિવસે લગ્ન માટે શુભ મુહૂર્ત હોય છે. સનાતન ધર્મ પરંપરાઓનું જોઈએ તો આજના દિવસે મા સરસ્વતીની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ હતી, ત્યાંરથી જ આ દિવસે સરસ્વતી પૂજાના રૂપમાં મનાવવામાં આવે છે. આજના દિવસે વિદ્યાર્થીઓ માટે ઘણો ખાસ હોય છે. આ દિવસે વિદ્યાર્થી મા સરસ્વતીની પૂજા કરે છે અને તેની પાસે વિદ્યાની કામના કરે છે અને મા પોતાના ભક્તોને વિદ્યા પ્રદાન કરે છે. જેનાથી ધન વૈભવ પ્રાપ્ત કરે છે.
હકીકતમાં સરસ્વતી પૂજા એટલે વસંત પંચમી 'પંચમી તિથિ'ના દિવસે મનાવવામાં આવે છે. આ વર્ષે પંચમી તિથિ 9 ફેબ્રુઆરી અને 10 ફેબ્રુઆરી 2 દિવસ છે, તે કારણે આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 2 દિવસ મનાવવામાં આવી રહ્યો છે.