ETV Bharat / bharat

અફઘાનમાં ભારત મોટી આંતરરાષ્ટ્રીય ભૂમિકા ભજવે તે જોવા અમેરિકા આતુર- સૂત્રો - રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

અફઘાનિસ્તાન સમન્વય માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ અને એલચી એવા ઝલમય ખલિલઝાદે ભારતની ટૂંકી 'તાત્કાલિક' મુલાકાત લીધી તેના એક દિવસ પછી સ્રોતોએ કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાનમાં આંતરિક રાજકીય પ્રક્રિયામાં ભારત મોટી ભૂમિકા ભજવે તે જોવા અમેરિકા આતુર છે. "મંત્રણા તાત્કાલિકતાના કારણે હતી. તેઓ (ખાલિલઝાદ) બાદમાં આવી શક્યા હોત પરંતુ તેમણે માત્ર બેએક કલાક મંત્રણા માટે આટલે દૂર આવવાનું પસંદ કર્યું," તેમ એક સૂત્રએ વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ અને વિદેશ સચિવ હર્ષ શ્રીંગલા સાથે ગુરુવારે દિલ્હીમાં બેઠક વિશે કહ્યું હતું.

અફઘાનમાં ભારત મોટી આંતરરાષ્ટ્રીય ભૂમિકા ભજવે તે જોવા અમેરિકા આતુર- સૂત્રો

author img

By

Published : May 11, 2020, 10:30 PM IST

અત્યાર સુધીમાં ભારત તાલિબાન અને પાકિસ્તાન સાથે મંત્રણાના ઓરડામાં પ્રવેશવા અંગે ખચકાટ અનુભવી રહ્યું હતું અને સત્તાવાર રીતે હંમેશાં એવું કહેતું આવ્યું હતું કે સારા અને ખરાબ તાલિબાન વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અગત્યના પરિવર્તનના સંકેતમાં, હવે અમેરિકા ઈચ્છે છે કે ભારત તાલિબાન સહિત આંતરિક રાજકીય ઘટનાક્રમો પર નજીકથી નજર રાખે તેમ સૂત્રોએ કહ્યું હતું. "વિદેશ પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની વાતચીતમાં આંતરિક ઘટનાક્રો, સુરક્ષા સંબંધી વિકાસક્રમો, અમેરિકા-તાલિબાન મંત્રણાની અસર, અફઘાનિસ્તાનમાં વિવિધ વલણોને સમાવી લે તેવા વિવિધ ઉકેલો માટે દરખાસ્ત સહિતનાં બધાં પાસાં આવરી લેવાયાં હતાં." તેમ એક સરકારી અધિકારીએ કહ્યું હતું.

  • Lengthy meeting overnight with Mullah Baradar & his team in Doha. We sought progress on a range of topics: a reduction in violence, humanitarian ceasefire as demanded by the international community to allow for better cooperation on managing COVID-19 pandemic in Afghanistan,...

    — U.S. Special Representative Zalmay Khalilzad (@US4AfghanPeace) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ખાલિલઝાદની સાથે ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વરિષ્ઠ નિર્દેશક લિઝા કુર્ટિસ દોહાથી ઈસ્લામાબદ થઈ દિલ્હી આવ્યાં હતાં- જ્યાં તેઓ મુલાહ બારદાર અને તમની ટીમને મળ્યાં હતાં.

  • . #Diplomacy must go on, even with masks on! Delighted to have a very good conversation with Ambassador Liu Jian on a subject of great importance to both our countries. https://t.co/VToOnM0HOo

    — Vikram Misri (@VikramMisri) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અફઘાનની અંદર વાટાગાટો ફરીથી શરૂ થાય તેની સમયરેખાને આગળ વધારવા માટે ટ્રમ્પ પ્રશાસન આતુર છે, તેની તાલિબાન સાથેની મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. બીજા દેશોની જેમ અફઘાનિસ્તાન પર પણ કૉવિડ-૧૯નો અજગરભરડો છે તેવામાં અફઘાનિસ્તાનમાં સંરક્ષણ અને સરકારી દળો સામે હુમલાઓ વધી ગયા છે. સૂત્રો મુજબ, ખલિલઝાદે તેમના ભારતીય વાટાઘાટકારો સાથે 'ત્રાસવાદના લીધે અફઘાનિસ્તાન સામે ભય, સંરક્ષણ દળો પર તાલિબાન તરફથી વધી રહેલા હુમલાઓ, સરકાર તેમજ અફઘાન સંવૈધાનિક પરિબળો પર, સુરક્ષા દળો અને સમાજ પર તેની અસર સંબંધિત ચિંતાઓ' વિશે માહિતગાર કર્યા હતા.

સૂત્રોએ કહ્યું હતું કે ભારતને મોટા ખેલાડી તરીકે વર્ણવતાં અમેરિકાએ એ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સમન્વય લાવવામાં હકારાત્મક ભૂમિકા ભજવી છે. એ પણ સ્પષ્ટ કરાયું કે "ભારત જો અસરકારક પ્રદાન કરવા ઈચ્છતું હોય તો પ્રક્રિયાના બાકીના ભાગમાં પણ ચાલુ રહે તે જરૂરી છે" તેમ જણાવતા સૂત્રએ પ્રમુખ અશરફ ઘાની સાથે તેના સંબંધોમાં ભારતને જે સદ્ભાવના મળી છે તેના તરફ નિર્દેશ કર્યો હતો.

કાબુલમાં ગુરુદ્વારામાં તાજેતરના હુમલા જેમાં ૨૫ લોકો મરાયા હતા તે હુમલા અને અફઘાનિસ્તાનમાં શીખો તેમજ હિન્દુ લઘુમતીની દુર્દશા વિશે પણ ગુરુવારે બંને દેશો વ્ચચે સત્તાવાર મંત્રણામાં ચર્ચા થઈ હતી. યોગાનુયોગ ખલિલઝાદની મુલાકાતના એક દિવસ પછી બૈજિંગમાં ભારતીય દૂત વિક્રમ મિસરીએ પણ અફઘાનિસ્તાનમાં ચીનના વિશેષ દૂત સાથે એક મંત્રણા કરી હતી. "કૂટનીતિ ચાલુ રહેવી જોઈએ, માસ્ક પહેર્યાં હોય તો પણ! અમારા બંને દેશો માટે ભારે મહત્ત્વના વિષય પર રાજદૂત લિઉ જિઆન સાથે ખૂબ જ સારી વાતચીત કર્યાનો આનંદ છે." તેમ મિસરીએ ટ્વીટ કર્યું હતું.

ચાબહાર બંદર રોગચાળા વચ્ચે પણ પૂર્ણ કાર્યરત- સરકારી સૂત્રો

દરમિયાનમાં સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે કૉવિડ-૧૯ના લીધે વિશ્વ વ્યાપી ઘર-વાસ અને નિયંત્રણો વચ્ચે ચાબહાર બંદર કાર્યરત જ છે અને અફઘાનિસ્તાનને માનવતાવાદી પૂરવઠો પહોંચાડવા માટે ભારતનું માધ્યમ છે. સરકારી સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી કે ભારત ઈરાનના ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનને ૭૫,૦૦૦ ટન ઘઉં પહોંચાડી રહ્યું છે જેમાંથી ૫,૦૦૦ ટન ગયા મહિને અને ૧૦,૦૦૦ ટન ગુરુવારે પહોંચાડાયા હતા. વધુમાં ભારત અફઘાનિસ્તાનને ચા અને ખાંડ પણ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યું છે અને ચાબહાર બંદર ભારતની માનવતાવાદી સહાયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું તેમ સૂત્રએ ભારપૂર્વક કહ્યું હતું.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.