ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ: CM યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે, રામ મંદિર નિર્માણ કાર્યની કરશે સમીક્ષા - યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાતે છે. તેઓ શ્રીરામ જન્મભૂમિ જઇને અયોધ્યામાં મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા કરશે.

Etv Bharat, Gujarati News, UP CM Adityanath to visit Ayodhya
UP CM Adityanath to visit Ayodhya
author img

By

Published : Jun 28, 2020, 11:58 AM IST

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યના અયોધ્યા અને ગૌડાના પ્રવાસે છે. તેમણે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી અને બાદમાં જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક પણ કરશે.

રવિવારે બપોરે મુખ્યપ્રધાન અયોધ્યાની મુલાકાત કરશે. તે અયોધ્યામાં વિવિધ સ્થળો સહિત કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત કરશે અને કાર્યની સમીક્ષા કરશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર ઝાના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં રામ જન્મભૂમિ સાઇટની મુલાકાતની સાથે સાથે તે અન્ય મંદિરોની પણ મુલાકાત કરશે.

તેમણે જણાવ્યું હતું કે, કોવિડ 19માં લાદવામાં આવેલા લોકડાઉન વચ્ચે અયોધ્યાની આ તેમની બીજી મુલાકાત છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હનુમાન ગઢી મંદિરની પણ મુલાકાત કરશે.

તેમણે છેલ્લે 25 માર્ચે તે સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે રામ લલ્લા મૂર્તિને નવા હંગામી માળખામાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને રામ મંદિર નિર્માણ માટે તેમની વ્યક્તિગત ક્ષમતામાં 11 લાખ રૂપિયાનું દાન પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેમના આ પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ પણ ત્યાં તેમની સાથે રહેશે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન અયોધ્યામાં મંદિરના કાર્યના વિકાસ અને પ્રગતિનું નીરિક્ષણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.