ભોપાલ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી શ્રાવણના ત્રીજા સોમવારે સિહોરના ગણેશ મંદિર પહોંચી હતી. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શરદ પવાર દ્વારા રામ મંદિરને આપેલા નિવેદનની પ્રતિક્રિયા આપી છે. ઉમા ભારતીએ કહ્યું કે 'પવારનું આ નિવેદન રામ દ્રોહી છે. શરદ પવારે આ નિવેદન પીએમ મોદી વિરુદ્ધ નહીં, ભગવાન રામ વિરુદ્ધ આપ્યું છે.
ઉમા ભારતીએ કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા કલાકો માટે ત્યાં જાય તો કઈ અર્થવ્યવસ્થાને અસર થશે? વડાપ્રધાન એવા વ્યક્તિ છે જે 4 કલાકથી વધુ ઉંઘ લેતા નથી અને 24 કલાક કામ કરે છે. આજ સુધી તેણે કોઈ રજા લીધી નથી. તેમણે કહે છે કે જ્યાં સુધી હું પીએમ મોદીને જાણું છું ત્યાં સુધી તેઓ વિમાનમાં પણ કામ કરશે. હું તેમનો સ્વભાવ જાણું છું.
નેપાળના વડાપ્રધાનના નિવેદનનો જવાબ
ભગવાન રામ નેપાળી છે એમ કહેનારા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નિવેદન પર ઉમા ભારતીએ કહ્યું કે, હું તેમને પણ કહેવા માંગુ છું, જો તેઓ વિચારે છે કે ભગવાન રામ નેપાળી છે, તો નેપાળમાં પણ એક ભવ્ય રામ મંદિર બનાવી દે.
શરદ પવારનું નિવેદન
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સૂચિત ભૂમિપૂજન માટે સરકાર પર કટાક્ષ કર્યો હતો. પવારે કહ્યું કે, કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિરના નિર્માણથી કોરોનાનો અંત આવશે. તેમણે કહ્યું કે આ સમયે કોરોનાને ખતમ કરવા માટે કામ થવું જોઈએ.