નવી દિલ્હીઃ અમેરિકી રીષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રાએ આવવાના છે. ત્યારે વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમના પ્રકાર કંઈક આ પ્રમાણે છે.
તારીખ 24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પની મુલાકાતનું શિડ્યુલ
- 11:40 AM - અમદાવાદ એરપોર્ટ પર આગમન઼
- 12:15 AM - ગાંધી આશ્રમની મુલાકાત
- 01:05 PM - મોટેરા સ્ટેડિયમ પહોંચશે
- 03:30 PM - આગ્રા જવા રવાના થશે
- 04:45 PM - આગ્રા એરપોર્ટ પર આગમન
- 05:15 PM - તાજમહેલની મુલાકાત
- 06:45 PM - દિલ્હી જવા રવાના થશે
- 07:30 PM - દિલ્હી પહોંચશે
તારીખ 25મી ફેબ્રુઆરીએ ટ્રમ્પનું શેડ્યૂલ
- 10:00 AM - રાષ્ટ્રપતિ ભવનના સેરેમોનિયલ રિસેપ્શનમાં ભાગ લેશે
- 10:30 AM - રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
- 11:00 AM - વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક
- 12:40 PM - અમુક મહત્વના દ્વિપક્ષીય કરાર કરશે
- 07:30 PM - રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે
- 10:00 PM - અમેરિકા જવા રવાના થશે