હૈદરાબાદઃ તેલંગણામાં શનિવારે કોરોના વાયરસના અસરગ્રસ્તમાં 2 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં અસરગ્રસ્તની સંખ્યા વધીને 3 થઇ છે. મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે આ માહિતી આપી છે.
KCRએ વિધાનસભામાં માહિતી આપી કે, ઈટલીનો પ્રવાસ કરીને પરત આવેલા દર્દીને રાજ્ય સંચાલિત ગાંધી હોસ્પિટલના પૃથક વોર્ડમાં અડ્મિટ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, શંકાસ્પદ લક્ષણો વાળા અન્ય 2 લોકોના નમૂનાને તપાસ માટે પુણાની લેબમાં મોકલવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાને માહિતી આપી કે, રાજ્ય સરકાર કોરોના વાયરસના પ્રસાર માટે જરૂરી તમામ પલગા ભરી રહ્યું છે. દેશના ઘણા રાજ્યોમાં થીએટર, મૉલ અને શૈક્ષણીક સંસ્થાઓને બંધ રાખવામાં આવ્યાં છે. જે માટે શનિવારે પ્રધાન મંડળની બેઠક બોલાવવામાં આવી છે.
12 લાખ મુસાફરોની તપાસ કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, પ્રધાન હરદીપ સિંહ પુરીએ શનિવારે જણાવ્યું કે, કોરોના વાયરસને લઇને દેશના વિવિધ એરપોર્ટમાં અત્યારસુધી વિદેશથી આવેલા લગભગ 12 લાખ મુસાફરોની તપાસ કરવામાં આવી છે.
પુરીએ કાર્યક્રમ 'વિંગ્સ ઇન્ડિયા 2020'માં કહ્યું કે, કોરોના વાયરસના કારણે થોડા દિવસો માટે આંતર રાજ્ય ફ્લાઇટમાં 15થી 20 ટકા ઘટાડો થશે.
તેમણે કહ્યું કે, 30 એરપોર્ટ પર અત્યારસુધી 11 લાખછી વધુ મુસાફરોની તપાસ કરવામાં આવી છે. જેમાં માત્ર 3,225 મુસાફરોની જ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.