રાંચી: સોમવારે મોડીરાતે, અન્ય એક કોરોના પોઝિટિવ દર્દીની પુષ્ટિ થઈ છે. આ અગાઉ રાજધાની હોટસ્પોટ હિંદપીરીથી પણ દર્દીની પુષ્ટિ કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 162 પહોંચી છે.
માહિતી આપતી વખતે આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, એક દર્દી રાંચીના હિંદપીરીનો હતો અને બીજો દર્દી ગિરિડીહ જિલ્લાનો છે, આરોગ્ય વિભાગને પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરિડીહનો ચેપગ્રસ્ત દર્દી સુરતથી પરત આવ્યો હતો. જેનું નિરીક્ષણ ક્યુરેન્ટાઇન સેન્ટરમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
સોમવારે 2 દર્દીઓના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 162 પહોંચી છે. રાજધાનીમાં અત્યારસુધીમાં ફક્ત 94 દર્દીઓ જ કોરોના સંક્રમિત છે. જેમાં 53 દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો બીજી તરફ, સમગ્ર રાજ્યમાં 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યના વિવિધ કોવિડ -19 કેન્દ્રોમાં 81 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
હાલ, રાજ્ય સરકાર દ્વારા હાલ સાવચેતીરૂપે 10304 શંકાસ્પદ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. સાથે જ 111064 લોકોને ડોકટરો દ્વારા હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, કે રાજ્ય સરકાર દ્વારા ચેપ રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ દિવસેને દિવસે વિવિધ જિલ્લાના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે સરકાર તેમજ લોકો માટે ચિંતાનો વિષય છે.