કર્ણાટકઃ મેંગ્લુરુના નીતિન વાસ પ્લાસ્ટિકની બદલે લાકડાના બ્રશનો ઉપયોગ કરે છે. નિતીન આસામની એક NGO સાથે જોડાયેલા છે. તેમણે અહીં, બ્રશ અને પીંછીઓ બનાવવાની કળામાં કુશળતા ધરાવતા આદિવાસીઓનો સંપર્ક કરી, આ કળાને પોતાનામાં કેળવી લીધી છે.
આ બ્રશ સાગના લાકડાની છાલથી બને છે, જ્યારે તેના દાંતા નાયલોનમાંથી બનાવાય છે. જે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. નીતિન વાસ પ્લાસ્ટિકની જગ્યાએ કાગળમાંથી બનાવાયેલી સ્ટ્રોને પણ પ્રોત્સાહન આપી રહ્યાં છે. નીતિનની આ પહેલનું કારણ માત્ર પર્યાવરણનું જતન જ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ટાળવાનો હેતુ છે.