દેશમાં અમલમાં આવેલા નવા મોટર વાહન અધિનિયમના વિરોધમાં નોઈડામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંયુક્ત મોર્ચા હડતાલ પર ઊતર્યા છે. MV એક્ટના વિરોધમાં આજે રોડ પર વ્યાવસાયિક વાહન ચાલી રહ્યા નથી. દિલ્હીમાં આ હાલતને જોતા ઘણી શાળાઓએ રજાઓ જાહેર કરી દીધી છે, તો જ્યાં પરીક્ષાઓ ચાલે છે ત્યાં જ શાળાઓ ચાલુ રાખવામાં આવી છે. આ હડતાલમાં કેબ એસોસિએશન, બસ એસોસિએશન, બંપર એસોસિએશન, ક્રેન એસોસિએશન અને ઓટૉ એસોસિએશને સાથ આપ્યો છે.
ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, નવા MV એક્ટમાં ચલણના 10 ગણા ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટરની કમર તોડી દીધી છે. દેશમાં મંદીના સમયમાં મોટર વ્હિકલમાં વધેલી દંડની રકમથી ટ્રાન્સપોર્ટ બંધ થવાની તૈયારીમાં છે.