રાંચીઃ ભારત-ચીન સીમા પર વધતાં તણાવને ધ્યાનમાં રાખીને મંગળવાર સાંજે ઝારખંડના દુમકા જિલ્લામાંથી ચંડીગઢ જતી મજૂરોની વિશેષ ટ્રેનને રદ કરવામાં આવી છે. આ ટ્રેનથી લગભગ 1,300 મજૂરો-લદ્દાખ જવા માટે રવાના થવાના હતા. જે સીમા પર થતાં રસ્તાના નિર્માણ કાર્ય જોડાવવાના હતા.
જાણકારી ડેપ્યુટી કમિશનરે આપી માહિતી...
દુમકાના ડેપ્યુટી કમિશનર રાજેશ્વરી બી,એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્દેશ છે કે, સીમા પર અનુકૂળ વાતાવરણ નથી. જેથી સ્પેશિયલ ટ્રેન દ્વારા જતાં મજૂરોને રોકવામાં આવ્યાં છે.
મજૂરોમાં નિરાશા....
નોંધનીય છે કે, લોકડાઉનમાં રાજ્યોમાં ફસાયેલા મજૂરો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા શરૂ કરાઈ હતી. તો બીજી તરફ, કેટલીક સ્પેશિલ ટ્રેનમાં મજૂરો સીમા પર મજૂરી માટે જતાં હતા. જેમને સીમા પર વધતાં તણાવના કારણે રોકવામાં આવ્યાં છે. જેથી મજૂરોમાં નિરાશા જોવા મળી રહી છે.