- દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો મામલો
- ટ્રેક્ટર રેલીમાં એક ટ્રેક્ટર પલટી જતા રુદ્રપુરના એક ખેડૂતનું મોત
- બે વર્ષથી ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતા ખેડૂતનું મોત નીપજ્યું
શ્રીગંગાનગરઃ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસામાં રુદ્રપુરના એક ખેડૂતનું મોત થયું હતું. મૃતક ખેડૂત રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાનો હતો. કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને દિલ્હી શહેરમાં રોકવામાં આવ્યા હતા. જેને પગલે ખેડૂતોનું પોલીસ સાથેનું ઘર્ષણ ઉગ્ર બન્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટર પલટી જવાથી રુદ્રપુરના એક યુવા ખેડૂતનું મોત નીપજ્યું હતું. જો કે મૃતક ખેડૂતનો પરિવાર ગોળી લાગવાથી આ ખેડૂતનું મોત થયું છે તેવું જણાવી રહ્યા છે. મૃતક 25 વર્ષીય નવરિતસિંહ હુંદલ પાંચ દિવસ પહેલા જ પોતાના કાકા ઈન્દ્રજિતસિંહની સાથે ગાઝીપુર બોર્ડર ખેડૂત આંદોલનમાં સામેલ થવા ગયો હતો. રુદ્રપુરના ખેડૂત વિક્રમજિતસિંહનો પુત્ર નવરિતસિંહ હુંદલ 2 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યો હતો. નવરિતસિંહે અઢી વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા.
મૃતક ખેડૂત બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં વિઝા ખતમ થઈ જતા અહીં રહેતો હતો
નવરિતસિંહની પત્ની 2 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં નોકરી કરી રહી છે તો બીજી તરફ વિઝાની સમયમર્યાદા પૂરી થતા નવરિતસિંહ ભારત આવી ગયો હતો. નવરિતસિંહ ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે જ સમયે લૉકડાઉન લાગતા વિઝા ન આવવાથી તે રુદ્રપુરમાં જ રોકાયો હતો. શ્રીગંગાનગર જિલ્લાના 7 એફએફ ગામના ખેડૂત પરિવારના કુલવીરસિંહ હુંદલ અને હરદિપસિંહ હુંદલ સગા ભાઈ હતા. 30 વર્ષ પહેલા હરદીપસિંહ હુંદલ 7 એફએફ ગામના રુદ્રપુરમાં જઈને વસ્યા હતા. આ પરિવાર અહીં જ ખેતી કરી રહ્યો હતો. નવરિતસિંહ પાંચ દિવસ પહેલા ટ્રેક્ટરને લઈને કાકા ઈન્દ્રજિત સિંહની સાથે રુદ્રપુર ગામના ખેડૂતો સાથે આંદોલનમાં સામેલ થવા માટે ગાઝીપુર બોર્ડર પહોંચ્યો હતો.
ટ્રેક્ટર પલટવાથી ખેડૂતનું મોત થયું હતું
નવરિતસિંહ પોતાના પિતાનો એક જ પુત્ર હતો. નવરિતસિંહની એક બહેન પણ છે. મંગળવારે ટ્રેક્ટર રેલી દરમિયાન ટ્રેક્ટર પલટી જવાથી નવરિતસિંહનું મોત થઈ ગયું હતું. આ વાતની જાણ થતા જ તેમના પરિવારના તમામ સભ્યો દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.