પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મોટાભાગના પક્ષો કલંકિત અને દબંગોને ટિકિટ આપી રહ્યા છે. જો કોઈ કારણોસર કલંકિત અને બાહુબલી ચૂંટણી લડી શકતા નથી, તો રાજકીય પક્ષો તેમના બદલે તેમના પરિવારના કોઈપણ સભ્યને ટિકિટ આપે છે.
અનંત સિંહ : અનંત સિંહ તેમના વિવાદાસ્પદ નિવેદનો અને વિવાદિત છબીને કારણે જાણીતા છે. આ વખતે રાષ્ટ્રીય જનતા દળે (RJD) તેમને ટિકિટ આપી છે. અનંત સિંહે આ વખતે RJD તરફથી ઉમેદવારીપત્ર ભર્યું છે. અનંત સિંહ જમીન પર ગેરકાયદેસર કબ્જો અને હત્યા જેવા ગંભીર ગુનામાં તેમના સામે કેસ ચાલી રહ્યા છે. હાલ અનંત સિંહ જેલમાં છે. તેમના પર બે ડઝનથી વધુ કેસ ચાલી રહ્યા છે. અનંત સિંહ આ અગાઉ પણ મોકામાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
રામા કિશોર સિંહ : 90ના દાયકાથી જ અપહરણ, ધાકધમકી, ખંડણી જેવા ગુનાના આરોપી રામા કિશોરસિંહ ઉર્ફે રામા સિંહ બિહારના રાજકારણમાં જાણીતો ચહેરો છે. હાજીપુરની નજીક આવેલા વૈશાલીના મહનાર વિસ્તારના દબંગ છાપ ધરાવતા નેતા રામસિંહ રાષ્ટ્રીય જનતા દળ(RJD)માં જોડાતા વિવાદ સર્જાયો હતો. આ બાબતે RJDના દિગજ્જ નેતા રઘુવંશ પ્રસાદે વિરોધ કર્યો હતો. રામ સિંહ RJDમાં જોડાયા બાદ તેમની પત્ની વીણા દેવીને મહનારથી ટિકિટ આપવામાં આવી છે.
આનંદ મોહન : ડી. એમ. કૃષ્ણૈયા હત્યા કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આનંદ મોહન બિહારના રાજકારણમાં સૌથી પ્રખ્યાત નામ છે. રાજકારણમાં ઘણા મોટા નેતાઓના આશ્રયદાતા આનંદ મોહન આજે પણ ચર્ચામાં છે. પહેલા તેની પત્ની JDUમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી, પરંતુ અંતે તેમને RJDમાં જોડાયા હતા. આનંદ મોહનની પત્ની લવલી આનંદને RJDએ ટિકિટ આપી છે. તેમને સુપૌલથી ચૂંટણી લડે તેવી ચર્ચા ચાલી રહી છે.
અજય સિંહ : સીવાનની દરૌદા વિધાનસભા સીટથી અજય સિંહ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અજય સિંહે આ અગાઉ JDUની ટિકિટ પર પેટા ચૂંટણી લડી હતી. તાજેતરમાં અજય સિંહે તેમની પત્ની માટે JDU પાસે ટિકિટ માગી હતી. જો કે, ગુનાહિત ઇતિહાસને કારણે JDUએ ટિકિટ આપી ન હતી. તેથી તેમને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
અરુણ યાદવ : આ વખતે રાજદ સીટના ધારાસભ્ય અરુણ યાદવની પત્ની કિરણ દેવી રાજદ સીટ પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તેમને RJD તરફથી ચૂંટણી લડશે. અરૂણ યાદવ ભોજપુર જિલ્લાના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમના પર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપમાં તેમનીનો આદેશો પણ આપી દેવામાં આવ્યો હતો.
અમરેન્દ્ર પાંડે : અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડે (જે JDU તરફથી ધારાસભ્ય રહી ચુક્યા હતા) પર ઘણા ગંભીર આરોપ લાગેલા છે. તેમની સંડોવણી ગોપાલગંજ ત્રિપલ મર્ડર કેસમાં હોવાનો આરોપ છે. ગોપાલગંજનાં કુચાયકોટના ધારાસભ્ય અમચંદ્ર પાંડેના સામે અનેક પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયા છે. આ વખતે પણ તેમને JDU તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
રીતલાલ યાદવ : પટણાથી સમગ્ર બિહારમાં ગુનાહિત પ્રવૃતિ કરવા માટે જાણીતા રીતલાલ યાદવ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રીતલાલ રેલવેમાં ખંડણી ચાર્જથી લઈને કોન્ટ્રાક્ટ સુધીના ઘણા કેસોને કારણે ચર્ચામાં છે. રીતલાલ રાજદના દાનાપુર બેઠક પર ચૂંટણી લડશે તેવી ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈપણ પક્ષ તેમને ટિકિટ નહીં આપે તો તેમને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.
રાજાવલ્લભ યાદવ : RJD નેતા રાજબલ્લભ યાદવ (જે નવાદાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે) ગુનાહિત ઇતિહાસને કારણે ઘણા ચર્ચામાં રહ્યા છે. સગીર પર દુષ્કર્મના કેસમાં તેમને આજીવન કેદની સજા થઈ છે. કોર્ટે તેમની સાથે અન્ય 5 આરોપીઓ પણ દોષી ઠેરવ્યા હતા. આ વખતે તેમના પત્ની વિભા દેવી RJD તરફથી નવાદા બેઠક પરથી ચૂંટણી લડશે.
અવધેશ મંડલ : બિમા ભારતીના પતિ અવધેશ મંડલનો ગુનાહિત ઇતિહાસ છે. તાજેતરમાં જ તેમને જાહેરાત કરી હતી કે, તેમને RJD તરફથી ચૂંટણી લડશે. તેમની પત્ની નીતીશ સરકારમાં પ્રધાન છે, પરંતુ અવધેશ મંડલનો આરોપ છે કે, JDUએ માત્ર તેમનો ઉપયોગ જ કર્યો છે, તેમને ચૂંટણી લડવા નથી દીધી.
હુલાસ પાંડે : શાહાબાદ વિસ્તારના દબંગ નેતા હુલાસ પાંડે વિધાનસભાના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. NIAની ટીમે Ak - 47 રાખવા બાબતે તેમની ઘણી જગ્યાઓ પર પણ રેડ પણ કરી હતી. તેમના પર ઘણા આરોપો છે. LJP નેતા હુલાસ પાંડે આ વખતે બ્રહ્માપુર બેઠક પરથી ચૂંટણી લડશે.
સુનિલ પાંડે : બાહુબલી નેતા અને ઘણી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સુનિલ પાંડેનો રાજકારણ સાથે જૂનો સંબંધ છે. Ak - 47 ખરીદવાના આરોપમાં NIA દ્વારા તેમની તપાસ કરીવામાં આવી હતી. શિક્ષિત નેતા સુનિલ પાંડેએ તાજેતરમાં LJP છોડી દીધી હતી. આ વખતે તેમને સ્વતંત્ર ચૂંટણી લડશે.
મંજૂ વર્મા : મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કૌભાંડમાં પૂર્વ પ્રધાન મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માનું નામ ચર્ચાયું હતું. ચંદ્રશેખર વર્મા સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો પણ આરોપ છે. મંજૂ વર્મા સ્વતંત્રતા સેનાનીની પુત્રી છે. તેમના સસરા સુખદેવ મહતો પણ CPI તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેમને પણ ચૂંટણી લડી રહ્યા છે.