અમરેલીની જનતાનો ડર હકીકતમાં પલટાયો છે. અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસનો પગપેસારો થયો છે. સુરતથી આવેલ 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
કોરોના જેવી બીમારીથી બચવા માટે સરકારે તમામ લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જણાવ્યું છે. જેના દ્વારા તમારી આસપાસમાં રહેલા કોરોના પોઝિટિવની જાણકારી મેળવી શકાય. પરંતુ આ એપ્લિકેશનમાં કયારેક ગોટાળા પણ થતા જોવા મળી રહ્યાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સાથે 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના કારણે તંત્ર તેમજ જિલ્લાવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજ તથા તેમણે મૂકેલા ''આત્મનિર્ભર ભારત''ના સંકલ્પ વિશે ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. ભાજપે આ પેકેજને આવકાર્યું હતું.
આર્થિક પેકેજની જાહેરાતના કારણે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 1400 પોઈન્ટના તેમજ નિફ્ટી 300 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બુધવારે કયાં ક્ષેત્રમાં કેટલી રકમનો ઉપયોગ કરવામાં આવશે. આ અંગે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપશે.
વડાપ્રધાન મોદીએ મંગળવારે 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે, વડાપ્રધાને માત્ર હેડલાઈન અને સાદા કાગળ આપ્યા છે, જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન ભરશે.
વડા પ્રધાન મોદીની મંગળવારની 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની સહાયની જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું કે, મોદીએ મીડિયાને માત્ર હેડલાઇન આપી, પરંતુ પ્રવાસી શ્રમિકો માટે કોઇ હેલ્પલાઇન આપી નથી અને તેમાં સંવેદનશીલતાની અછત જોઇને દેશ નિરાશ છે.`
દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2,415 સુધી પહોંચી છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 74,281 થઇ છે.
આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડાઇ લડી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થય સંગઠને તો કોરોના વાઇરસને વૈશ્વિક મહામારી પણ જાહેર કરી છે. કોરોના વાઇરસ વિરૂદ્ધ પણ અત્યાર સુધી કોઇ પણ વેક્સીનની શોધ થઇ નથી. જો કે, બધા દેશ તેના પ્રયાસમાં લાગેલા છે.