ETV Bharat / bharat

આંધ્રપ્રદેેશના આધ્યાત્મિક શહેર તિરુપતિએ શરુ કરી પ્લાસ્ટિક સામે લડાઈ !

તિરુપતિઃ 'સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા' એ કલ્પના મહાત્મા ગાંધીએ કરી હતી. ગાંધીજી એવા સમાજની સ્થાપના કરવા ઈચ્છતા હતાં જ્યા પકૃતિ પાંગરતી હોય. આવા વાતાવરણની રચના માટે પ્લાસ્ટિક મોટો અવરોધ છે. આંધ્રપ્રદેશના આધ્યાત્મિક શહેર તિરૂપતિએ પ્લાસ્ટિકના જોખમ સામે લડવાની હિંમત દાખવી છે.

a
આંધ્રપ્રદેેશના આધ્યાત્મિક શહેર તિરુપતિએ શરુ કરી પ્લાસ્ટિક સામે લડાઈ !
author img

By

Published : Jan 20, 2020, 8:01 AM IST

તિરૂપતિમાં પ્લાસ્ટિકના ઉપયોગનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યુ છે. સાડા ત્રણ લાખ શહેરીજનો ઉપરાંત લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ તિરૂપતિ મંદિરમાં દર્શન કરવા આવે છે. પ્રતિદિન પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના નિકાલના કારણે શહેરમાં તેનું પ્રમાણ ખુબ જ વધી ગયુ હતું.

આંધ્રપ્રદેેશના આધ્યાત્મિક શહેર તિરુપતિએ શરુ કરી પ્લાસ્ટિક સામે લડાઈ !

આ સમસ્યાને પહોંચી વળવા બીજી ઓક્ટોબર 2018ના દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. પ્લાસ્ટિકથી થતા નુકસાન સામે જાગૃતિ લાવવા શાળા,કોલેજો અને કચેરીઓએ સામૂહિક રીતે રેલી, કાર્યક્રમો અને રાઉન્ડ-ટેબલ પરિષદોનું આયોજન કર્યુ હતું.

આ અભિયાનને 'પ્લાસ્ટિક બહિષ્કરણ જયભેરી' નામ અપાયુ હતું. આ ઝુંબેશ થકી ધળમૂળથી પરિવર્તન લવાયુ હતું. ઓક્ટોબર 2019માં, શહેરીજનો સ્વેચ્છાએ તેમના ઘરોમાંથી પ્લાસ્ટિકની થેલીઓ લઈને આવ્યા હતા અને મહાનગરપાલિકાના રિસાયક્લિંગ વિભાગમાં જમા કરાવી હતી.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યા બાદ તેના વિકલ્પ તરીકે શું? તેવો પ્રશ્ન ઉભો થયો. તેના ઉકેલ સ્વરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કરનારી મહિલા જૂથોનો સંપર્ક કરાયો. તેમને કાગળ, કાપડ અને ફાઈબરથી બનેલી બેગ બનાવવાની કામગીરી સોંપાઈ. ફળ સ્વરૂપે મોટાભાગની મહિલા જૂથોને નોંધપાત્ર આવક મળતી થઈ. અહીં ઉત્પન્ન થેલીઓમાં જ તિરુમાલા-તિરૂપતિ દેવસ્થાનકમાં પ્રસાદ આપવામાં આવે છે.

આ પ્રયોગ માટે તિરૂપતિ મંદિરને પર્યાવરણના સંરક્ષણ માટે દેશના ખૂણે ખૂણાથી અનેક પ્રશંસાઓ મળી રહી છે, ઉપરાંત આટલી મોટી પહેલથી જરૂરિયાતમંદોને રોજગાર પણ મળી રહ્યો છે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.