સવારે જ્યારે પરિવારના સભ્યોએ વાઘને ઘરના બેડ પર આરામ ફરમાવતો જોયો ત્યારે તેઓના હોંશ ઉડી ગયા હતા. અફરા-તફરીમાં આ અંગે વન-વિભાગને જાણ કરાઈ હતી. જો કે, વાઘ પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ હજી તેને બહાર કાઢી શકાયો નથી.
અસમના કાજીરંગા નેશનલ પાર્કના 95 ટકા વિસ્તારમાં પાણી ભરાયું છે. જેના કારણે પાર્કમાં હાજર પ્રાણીઓ માનવીય વસ્તીવાળા વિસ્તારમાં જવા મજબૂર બન્યા છે. રેસ્ક્યુ ટીમ પાર્કના પ્રાણીઓને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ટ્વીટર પર શેયર કરાયેલા ફોટોગ્રાફ્સમાં એક વાઘ બેડ પર આરામ કરી રહ્યો છે. પૂરના પાણીથી બચવા માટે વાઘે નેશનલ હાઈવે-37 નજીક એક ઘરમાં આશરો લીધો હતો.
લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, તે વાઘને સુરક્ષિત રીતે જંગલમાં પરત મોકલવાની વ્યવસ્થા કરશે.