દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં ત્રણ લોકોના કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે કોરોના વાઈરસના કેસ વધીને 10 પર પહોંચી છે. હાલ, પ્રશાસન આ ત્રણ લોકોની તપાસ કરી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ગુુરૂવારે સાંજે ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, 3 લોકોને કોરોના પોઝિટિવ છે. તે જાણીને પ્રશાસનમાં હડકંપ મચી છે.
આ 3 દર્દીઓની માહિતી બહાર આવતા પ્રશાસને દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી રહ્યું છે. સાથે જ સમગ્ર રાજ્યમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે.
દર્દી નિઝામુદ્દીન મરકજમાં સામેલ હોવાની શંકા
મળતી મહિતી પ્રમાણે, આ 3 દર્દીઓ થોડા દિવસ પહેલા દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલા મરકજમાં સામેલ થયા હતાં. જેમાં તેઓ કોરોનાનો શિકાર થયા હોવાની આશંકા છે.