બીજિંગઃ ચીને કોવિડ-19ની ઝડપી તપાસ કરવા માટે ઉપયોગમાં આવનારી 3 લાખ અતિરિક્ત ત્વરિત એન્ટી બૉડી તપાસ કીટ ભારત મોકલી છે. ચીનમાં નિયુક્ત ભારતના રાજદૂત વિક્રમ મિસરીએ જણાવ્યું કે, ચીની શહેર ગુઆંગ્ઝુથી વિમાન દ્વારા લગભગ 3 લાખ રેપિટ ટેસ્ટ કીટ રાજસ્થાન અને તમિલનાડૂ મોકલવામાં આવી છે.
મિસરીએ ટ્વીટ કર્યું કે, 'લગભગ 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ એર ઇન્ડિયાના વિમાન દ્વારા ગુઆંગ્ઝુથી મોકલી હતી. તેનો પુરવઠો રાજસ્થાન અને તમિલનાડૂમાં મોકલવામાં આવશે. ગુઆંગ્ઝુમાં આપણી ટીમે ખૂબ જ સારું કામ કર્યું છે.' તેમણે જણાવ્યું કે, મોકલેલી 6.50 લાખ એન્ટી બૉડી તપાસ કિટ અને RNA એક્સટ્રેક્શન કિટના ધ્યાને રાખીને આ જથ્થો મોકલવામાં આવ્યો છે.
દેશમાં કોરોના વાઇરસની તપાસ માટે ઉપકરણોની અછત ન થાય તે માટે ભારત ચીનથી ચિકિત્સીય સામગ્રી ખરીદી રહ્યું છે. રેપિડ ટેસ્ટ કીટ માત્ર 15 મીનિટમાં જ પરિણામ જણાવે છે. આ લોહીના નમુનાઓની તપાસથી તે બતાવે છે કે, કોઇ વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત છે કે નહીં. ભારતમાં શનિવારે સાંજ સુધી કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 509 અને સંક્રમિત લોકોની સંખ્યા 14,792 સુધી પહોંચી છે.