કોટના હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો ખુબ ચર્ચામાં રહ્યો હતો. તબીબ પ્રધાન રઘુ શર્મા અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ પણ જે.કે. લોન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યોને પણ મળ્યા હતા. આ સાથે રાજ્યના મેડિકલ એજ્યુકેશન સેક્રેટરી વૈભવ ગાલરીયા અને SMSના ડોક્ટર પણ તપાસ માટે બોલાવ્યા હતા. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમે એક અહેવાલ તૈયાર કર્યો છે. જે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવશે.
કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે દેશભરમાં ચર્ચા જગાવી છે. જો કે, રાજ્ય સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે ઘણી વ્યવસ્થાઓ બદલી નાખી છે અને સાધનોનું સમારકામ કરાવ્યું છે, પરંતુ બાળકોનું મોત થંભી રહ્યું નથી. જે .કે લોન હોસ્પિટલમાં બુધવારે ત્રણ બાળકોનું મોત નીપજ્યું હતું. જેમાંથી 2 નવજાત અને એક અઢી મહિનાનું બાળક હતું. ન્યુમોનિયાથી બાળકનું મોત થયાનું ડોકટરો જણાવી રહ્યાં છે.
બાળકોના મોતમાં સતત બદનામી કરાઈ રહેલી જે. કે લોન હોસ્પિટલમાં છેલ્લા 40 દિવસમાં મૃત્યુઆંક 116 પર પહોંચી ગયો છે. જાન્યુઆરીમાં છેલ્લા 9 દિવસમાં 16 બાળકોનાં મોત નીપજ્યાં છે.
ગાયનિકના વોર્ડમાં પણ ડોકટરો રાઉન્ડ કરશે
હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડો.સી.સી. દુલારાએ બાળકોના ડોકટરો સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ સૂચના આપી હતી કે, જે કોઈ બાળક જન્મ લે છે. તે તેની માતા સાથે ગાયનિક વોર્ડમાં રહે છે. ત્યાં દરરોજ બાળ ચિકિત્સકો મુલાકાત કરતા રહેશે.