લખનઉઃ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લગતા ડાયલ 112 ના વોટ્સએપ નંબર પર સંદેશના રૂપમાં મળેલી ધમકીના કિસ્સામાં STFની ઘણી ટીમો સક્રિય કરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે તપાસ માટે STFની બે ટીમો સક્રિય કરવામાં આવી છે, તે જ ટીમોને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ પણ મોકલવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં જે નંબરથી 112 ડાયલ કરવામાં આવ્યો છે. લોકેશન શોધી કાઢ્યાં બાદ આ મામલે મહારાષ્ટ્ર પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે, જ્યારે એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી છે.
યુપી STF પાસેથી મળેલી માહિતી મુજબ, STFને તપાસમાં અત્યારસુધીની કેટલીક ચાવી મળી છે, જેના આધારે ટીમો સક્રિય કરવામાં આવી છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, શનિવાર સવાર સુધીમાં યુપી પોલીસ આ કેસમાં સફળ થશે.