જ્યાં એક તરફ પુલવામાની ઘટના બાદ દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે,ત્યારે પાકિસ્તાનના કલાકારો ભારતમાં કામ કરે કે નહીં આ સાથે બોલિવૂડમાં મતભેદ પણ જોવા મળી રહ્યા છે.આ વચ્ચે સુરતના યુવાનોએ બોલિવૂડના કલાકારોને એક મોટો સંદેશ આપ્યો છે. જેમાંયુવાઓએ દેશને હંમેશા પ્રથમ સ્થાને રાખી દેશભક્તિ બતાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત સુરતના યુવાનશુભમ અપૂર્વા અને ઉત્તમ જાજુએ ઝીરો બજેટમાં સાત સેકન્ડની ફિલ્મ બનાવી હતી. જેને પાકિસ્તાનના 7 સેકન્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ કરવામાં આવી હતી.
તેઓએ 11 ફેબ્રુઆરીના રોજ પોતાની ફિલ્મનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 13 ફેબ્રુઆરીના રોજ પુલવામાખાતે આતંકી ઘટના બની ત્યારબાદ જ્યારે પાકિસ્તાન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા તેઓને આધિકારિક રીતે જણાવવામાં આવ્યું કે, તેઓની આ ફિલ્મ તેમના ફિલ્મ ફેસ્ટિવલ માટે સિલેક્ટ થઈ ગઈ છે અને આ ફિલ્મ પાકિસ્તાન સહિત અન્ય દેશોમાં પણ સ્ક્રીનિંગ થશે,ત્યારે સુરતના યુવાનોને પણ ખુશી થઇ નહોતી. કારણ કે, પાકિસ્તાન દ્વારા પ્રેરિત આતંકવાદના લીધે ભારતે પોતાના વીર જવાનોને ખોયા છે. આજ કારણ છે કે, સુરતના યુવાનોએ પાકિસ્તાનને મેઈલ થકી જાણ કરી દીધી છે કે, તેઓ માટે દેશ પ્રથમ છે, આ જ કારણ છે કે, સુરતીલાલાઆ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.
આ બાબતે ઉત્તમ જાજુએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતી ફિલ્મમાં કામ કરતા આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનની જાણકારી પાકિસ્તાન સુધી જાય તે માટે આ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સાત સેકન્ડની ફિલ્મનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જ્યારે ખબર પડી કે, પાકિસ્તાનમાં બેસેલા આતંકીઓ દ્વારા પુલવામામાં આપણા સૈનિકો ઉપર હુમલો કરવામાં આવ્યો.જેમાં જવાનોશહીદ થયા ત્યારથી અમે રોષે ભરાયા હતા.
આ વચ્ચે અમને મેઈલ થકી જાણકારી મળી હતી કે, પાકિસ્તાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અમારી શોર્ટ ફિલ્મ સિલેક્ટ થઇ છે અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં તેનું સ્ક્રીનિંગ થવાનું છે.અમે તેમના આમંત્રણને ઠુકરાવીને કહી દીધું છે કે, અમારા માટે અમારો દેશ પ્રથમ છે. અમે હિન્દુસ્તાનીઓ છે અને અમારૂ વિઝન માત્ર રાષ્ટ્રભક્તિ છે. અમારી ફિલ્મ આમારે માટે એટલી મહત્વ નથીરાખતી, જેટલો અમારા માટે અમારો દેશપ્રેમ છે. આજ કારણે અમે પાકિસ્તાનનું આમંત્રણ ઠુકરાવી દીધું છે અને પોતાની ફિલ્મ પાકિસ્તાનમાં સ્ક્રિનિંગ ન થાય આ માટે જાણકારી પણ આપી દીધી છે.