ETV Bharat / bharat

અમેરિકી ન્યાય વિભાગે ગૂગલ સામે અવિશ્વાસનો કેસ કર્યો

author img

By

Published : Oct 22, 2020, 4:16 PM IST

અમેરિકી ન્યાય વિભાગે ગૂગલ પર પોતાની બજાર શક્તિ અને નાણાકીય તાકાતના માધ્યમથી પ્રતિસ્પર્ધા અને સંભવિત નવીનતાને અસફળ કરવાનો આરોપ લગાવ્યો છે.

અમેરિકી ન્યાય વિભાગે ગૂગલ સામે અવિશ્વાસનો કેસ કર્યો
અમેરિકી ન્યાય વિભાગે ગૂગલ સામે અવિશ્વાસનો કેસ કર્યો
  • 11 રાજ્યોના એટર્ની જનરલે ગૂગલ સામે કર્યો કેસ
  • ગ્રાહકોના હિતને નુકસાન પહોંચાડવાનો ગૂગલ પર આક્ષેપ
  • બીજી કંપનીની જેમ અમારી કંપની પણ સેવા અને પ્રચાર કરે છેઃ ગૂગ

વોશિંગ્ટનઃ અમેરિકી ન્યાય વિભાગ અને 11 રાજ્યોના એટર્ની જનરલે ગૂગલ પર આરોપ લગાવતા ગૂગલ સામે કેસ કર્યો છે. ગૂગલ ઉપર આરોપ મુકતા કહ્યું, કથિત રીતે ઓનલાઈન સર્ચિંગમાં પ્રતિસ્પર્ધા અને ગ્રાહકોના હિતને નુકસાન પહોંચાડવા માટે પોતાના વર્ચસ્વનો દુરુપયોગ કરી રહ્યું છે.

ગૂગલે આપ્યો જવાબ

આ અંગે વળતો જવાબ આપતા ગુગલે કહ્યું કે, અન્ય કેટલાય વ્યવસાયોની જેમ તેમની કંપની પણ પોતાની સેવા અને પ્રચાર માટે ચૂકવણી કરે છે. આ સિવિલ એન્ટિટ્રસ્ટ કેસ, સર્ચ અને સર્ચ વિજ્ઞાપનમાં એન્ટિકોમેટિક પ્રથાઓની સાથે ટેક્નિકલ દિગ્ગજોને ચાર્જ કરીને કોલંબિયા જિલ્લાની અમેરિકી જિલ્લા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેમાં ગૂગલને સર્ચ અને સર્ચ વિજ્ઞાપન બજારોમાં એન્ટિકોમેટિક અને બહિષ્કરણ પ્રથાઓના માધ્યમથી ગેરકાયદેસર રીતે એકાધિકાર બનાવી રાખવા અને પ્રતિસ્પર્ધીઓને નુકસાન પહોંચાડવા માટે આરોપી માનવામાં આવી રહ્યા છે. એટર્ની વિલિયમ બર્રે કહ્યું, આ ઉદ્યોગમાં પ્રતિસ્પર્ધા મહત્ત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે, આજના સમયે ઈન્ટરનેટના દ્વારપાળ કહેવાતા ગુગલ સામે ઘણા પડકારો છે. જેવી રીતે એન્ટી ટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન કરવું ન્યાય વિભાગ અને અમેરિકી લોકો બંને માટે એક સ્મારકીય મામલો છે. બર્રે પોતાના નિવેદનમાં કહ્યું કે, આ કેસ લાખો અમેરિકી ગ્રાહકો, જાહેરાત આપનારા લોકો, નાના વ્યવસાયો અને ઉદ્યમીઓ માટે ઈન્ટરનેટ પર ગૂગલના ગેરકાયદાકીય એકાધિકાર માટે પ્રહાર છે. ગૂગલે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, ન્યાય વિભાગ દ્વારા કેસ ગંભીર છે. લોકો ગૂગલનો ઉપયોગ કરે છે. કારણ કે તેઓ એ લોકોને પસંદ કરે છે એટલે નહીં કે તેઓ મજબૂર છે અથવા કેમ કે તેઓ વિકલ્પ શોધી રહ્યા છે. ડિજિટલ સર્વિસીઝમાં હવે તમે કોઈ ડિવાઈસ ખરીદો છો તો આમાં ઓનલાઈન સર્ચથી સંબંધિત એક હોમ સ્ક્રિન આઈ લેવલ શેલ્ફ હોય છે એટલે કે સ્ક્રિન પર આંખોની બિલકુલ સામે આવનારા એક કાઉન્ટર.

ગૂગલ 'આઈ લેવલ શેલ્ફ' માટે કેટલીક કંપનીઓ સાથે કરે છે વાટાઘાટો

ગૂગલમાં મુખ્ય કાયદા અધિકારીના રૂપમાં કાર્યરત કેન્ટ વોર્કરે કહ્યું, મોબાઈલમાં એપલ સહિત એટીએન્ટડી, વેરિઝોન, સેમસંગ અને એલજી જેવી કંપનીઓ દ્વારા એક શેલ્ફને નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. ડેસ્કટોપમાં આ જ કામ માઈક્રોસોફ્ટ કરે છે. હવે ગૂગલ આ જ 'આઈ લેવલ શેલ્ફ' માટે આમાંથી જ કેટલીક કંપનીઓ સાથે વાટાઘાટ કરે છે. વોકરે આગે કહ્યું, એપલ અને અન્ય ડિવાઈઝ નિર્માતાઓ અને કેરિયર્સ સહિત અમારા આ કરાર, કોઈ પણ અન્ય કરારથી અલગ નથી. જો પરંપરાગત રીતે અન્ય કેટલીક કંપનીઓ દ્વારા સોફ્ટવેર વિતરણ માટે કરવામાં આવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આ કરાર માટે માઈક્રોસોફ્ટની કંપની બિન્ગ સહિત કેટલીક અલગ અલગ સર્ચ એન્જિન છે અને અમારો કરાર આ પ્રતિસ્પર્ધી સમીક્ષાઓમાં તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

ગૂગલની કુલ આવકમાં 30 ટકા હિસ્સો એપલની જાહેરાતોનો

આઈઓએસ અને સીરી માટે ડિફોલ્ટ સર્ચ એન્જિન બનવા અંતર્ગત એપલની ગૂગલથી વર્ષની રૂ. 700 કરોડ ડોલરની આવક થાય છે. જ્યારે આઈઓએસ અને સીરીમાં ડિફોલ્ટ સર્ચ એન્જિનની ભૂમિકા નિભાવનારા માટે ગૂગલ વાર્ષિક રૂ. 700 કરોડ ડોલરની રાશિ કંપનીને ચૂકવે છે. એપલના ડિવાઈસોની જાહેરાતોથી વાર્ષિક 2500 કરોડ ડોલર ગૂગલને મળી રહ્યા છે, જે કુલ આવકના લગભગ 30 ટકા છે. વોકરનો કહેવાનો મતલબ એ છે કે કુલ મળીને આ વ્યવસાય મિશ્રિતરૂપનો છે અહીં કોઈ કોઈની ઉપર ભારી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.