જયલલિતાની લાંબી બિમારી બાદ નિધન થયું હતું. તમિલનાડુની રાજનિતિમાં અમ્માના નામથી મશહૂર હતા. જયલલિતાએ તમિલનાડુના રાજકારણમાં દાયકાઓ સુધી રાજ કર્યું હતું.
તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાનની જયલલિતાની આજે ત્રીજી પુણ્યતિથી છે. આ તકે મરીના બીચ પર સ્થિત મેમોરિયલ પર એક શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મદુરૈના કેકે નગરમાં AIADMKના સંસ્થાપક એમ.જી.રામચંદ્રની પ્રતિમાની પાસે જયલલિતાની પ્રતિમા રાખવામાં આવી છે. એ.જી રામચંદ્રને જયલલિતા રાજનીતિક ગુરુ માનતા હતા.