નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દિલ્હી સહિત દેશભરમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન લગાવી શકે છે. સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી લોકડાઉનની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
ઉલ્લેખનિય છે કે, ખેડૂતોની ટ્રેક્ટર પરેડને કારણે પાટનગર દિલ્હીનો માહોલ બગડ્યો છે. વિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. ત્યારે ખેડૂતોના ઉગ્ર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે.