સ્વિગી, ઝોમાટો, ઉબેર ઇટ્સ અને ફૂડ પાન્ડા બેંગલુરૂમાં ઑનલાઇન ફૂડ ડિલીવરી વ્યપારના મુખ્ય ખેલાડીઓ છે અને મોટાભાગના ઓર્ડર મેચ દરમિયાન સાંજેથી મધરાત્રી સુધી આપવામાં આવે છે.
બેંગલુરૂના એક ગ્રાહક બજાર સંશોધન કંપની રેડસીર મુજબ, આઇપીએલ દરમિયાન ઓનલાઇન ફૂડ ડિલીવરી 18 ટકા વધી છે. મહાનગરની સૂચિમાં બેંગલુરૂ સૌથી વધુ ઓનલાઈન ઓર્ડર મેળવે છે. ત્યારબાદ મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ અને દિલ્હી યાદીમાં ઉપર છે. અનુસાર સૌથી વધારે ફ્રેન્ચ ફ્રાઈસ અને આઇસક્રીમની ઓર્ડર મળતા હોય છે.
22 વર્ષથી વધુ સમયથી ફૂડ શોપ ચલાવી રહેલા, ચેટ્ટીસ કાર્નરના માલિક અનિલ શેટ્ટીએ ઇટીવી ઇન્ડિયાને કહ્યું કે, આઇપીએલ દરમિયાન સામાન્ય ઓનલાઈન ઓર્ડર વધુ મળે છે, સામાન્ય રીતે 15-20 ટકા જ બિઝનેસ થાય છે, પરંતુ આઇપીએલ દરમિયાન તે 40-50 ટકા સુધી જાય છે.
તેમણે એમ પણ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ સમયે ઑનલાઇન ફૂડ ડિલીવરીમાં હાલના વધારાની સાથે આવનાર જૂન-જુલાઈમાં પણ તે જ રહેશે તેવી આશા છે.