ETV Bharat / bharat

રામ મંદિર ભૂમિ પૂજન: અયોધ્યામાં PM મોદીના પ્રવાસને લઈ સ્વાગતની ભવ્ય તૈયારીઓ શરુ - પીએમ મોદી

અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજન માટે 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે આવશે. પીએમ મોદીની આ મુલાકાતને લઇને રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. પીએમ મોદી અયોધ્યા એરપોર્ટથી શ્રી રામ જન્મભૂમિ પરિસર નજીક બનાવવામાં આવેલ હેલિપેડ પર ઉતરશે.

અયોધ્યા
અયોધ્યા
author img

By

Published : Jul 30, 2020, 1:04 PM IST

અયોધ્યા : રામનગરીમાં ઘરે ઘરે દીપોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર ભૂમિપૂજન પ્રસંગે અયોધ્યાના તમામ મઠો અને મંદિરો દીવડાના પ્રકાશથી ઝગમગતા જોવા મળશે. અયોધ્યા એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસર નજીક હેલિપેડ પર ઉતરશે. તેમના સ્વાગતમાં રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે.

5 ઓગસ્ટ અયોધ્યા માટેનો સુવર્ણ દિવસ છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાની પુનર્સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદી ચાંદીના 5 પત્થરો સાથે 32 સેકન્ડમાં અયોધ્યા માટે નવો ઇતિહાસ બનાવશે. જ્યારે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 500 વર્ષના લાંબા સંઘર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે.

તેવામાં અયોધ્યાવાસીઓ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રામ મંદિર ભૂમિ પૂજનના ઉત્સવને ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે. રામ નગરીના બધાં પ્રવેશદ્વાર પર વિભિન્ન રંગોની કલાકૃતિઓ બનાવવામાં આવી રહી છે.

સાકેત મહાવિદ્યાલયમાં બની રહ્યું છે હેલીપેડ

રામ જન્મભૂમિ પરિસરમાં આશરે 500 મીટર દૂર કે.એસ. સાકેત પી.જી કોલેજના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં હંગામી હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ હેલીપેડ પર સીધા જ અયોધ્યા એરપોર્ટ પાસે ઉતરશે. અહીંથી તેઓ સીધા જ રામ જન્મભૂમિ સંકુલમાં પ્રવેશ કરશે. સાકેત પી.જી. કોલેજની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અયોધ્યા ફૈઝાબાદના મુખ્ય રસ્તા પર તોરણ ગેટ બનાવવામાં આવી રહ્યો છે

રામ જન્મભૂમિ પરિસરવની આસપાસના ક્ષેત્રોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેવામાં અયોધ્યા અને ફૈઝાબાદના મુખ્ય રસ્તા પરથી મુખ્ય વીવીઆઇપી લોકોને પ્રવેશ આપવામાં આવશે.

મઠ મંદિરમાં દીવડા પ્રગટાવવાની તૈયારી

રામ મંદિર ભૂમિપૂજનના એક દિવસ પહેલાં અયાધ્યામાં દીપોત્સવ શરૂ થશે.રામ નગરીના બધાં મઠ મંદિરોમાં 4 અને 5 ઓગસ્ટના રોજ દીવડા પ્રગટાવવામાં આવશે. ડૉ. રામ મનોહર લોહિયા અવધ વિશ્વ વિદ્યાલય તરફથી સવા બે લાખ દીવડાને પ્રગટાવવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં વિશ્વવિદ્યાલયના 50 વિદ્યાર્થીની ટીમ બનાવવામાં આવી છે. આસોથે પીએમ ના સ્વાગત માટે 30 જગ્યાએ રંગોળી બનાવવામાં આવશે.

રામ જન્મભૂમિ પરિસરમાં પ્રગટાવવામાં આવશે 1 લાખ 25 હજાર દીવડા

રામ જન્મભૂમિ પરિસરમાં 1 લાખ 25 હજાર દીવડા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત અયોધ્યાના 30 મોટા સ્થળોએ એક લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા રામ કી પૈડી પર દીવડાઓ પ્રગટાવવાનો અવધ યુનિવર્સિટીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.