મુંબઇ : મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પાસે એક શખ્સ કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યો છે, ત્યારબાદ બીએમસીએ સરકારી ગેસ્ટ હાઉસની આસપાસના વિસ્તારને સીલ કરી પોસ્ટર લગાવ્યા છે. સંક્રમિત વ્યક્તિની વિસ્તારમાં ચાની દુકાન છે.
બીએમસી વિસ્તારને સંક્રમણથી મુક્ત કરવા સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. ચા વાળો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા બાદ આસપાસના વિસ્તારના 4 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીએમસીની ટીમ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી છે.
સુત્રોના જણાવ્યાં અનુસાર માતોશ્રી પાસે આ ચા વાળાની દુકાન પર મુખ્ય પ્રધાન નિવાસ સ્થાન પાસે આવનારા લોકો અને માતોશ્રીમાં રહેતા સુરક્ષાકર્મીઓ ચા પીતા હતા. જે તમામને હાલમાં આઇસોલેટ કરાયા છે.
મહત્વનું છે કે ભારતમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 45 લોકોના મોત નિપજ્યા છે અને 900 લોકો સંક્રમિત થયા છે.