ETV Bharat / bharat

આજે હરિયાણાની નવી સરકારની શપથવિધી, મનોહર લાલ CM, દુષ્યંત નાયબમુખ્યપ્રધાન બનશે - હરિયાણા વિધાનસભાની ચૂંટણી

ચંડીગઢઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષ બહુમતીના આંકડાને સ્પર્શી શક્યો નથી. ભાજપને 40 બેઠકો મળી છે, દુષ્યંત ચૌટાલાની જેજેપીએ 10 બેઠકો, કોંગ્રેસે 31 બેઠકો જીતી છે. તો ભારતીય રાષ્ટ્રીય લોકદળને 1 બેઠક મળી છે, હરિયાણાની લોકહિત પાર્ટીએ 1 બેઠક જીતી છે. આજે ભાજપ અને જેજેપીના ગઠબંધનની સરકારની શપથવિધિ યોજાશે.

આજે હરિયાણાની નવી સરકારની શપથવિધી
author img

By

Published : Oct 27, 2019, 12:01 PM IST

ચંડીગઢ: આજે દિવાળીના દિવસે હરિયાણાની નવી સરકાર શપથ લેશે. ભાજપ ફરી એકવાર હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં સરકાર બનાવશે. બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા મનોહર લાલ હરિયાણાના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારે જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન રહેશે.

નવી સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને 6 વખતના ધારાસભ્ય અનિલ વિજ, બાવલના ધારાસભ્ય બનાવારી લાલ, ફરીદાબાદની બરખલ બેઠકના ધારાસભ્ય સીમા ત્રિખા અને જેજેપીના રામ કુમાર ગૌતમ અને ઇશ્વરસિંહ નવી સરકારમાં મંત્રી પદની જવાબદારી મળી શકે છે. ભાજપના નેતૃત્વ વાળી સરકારને સમર્થન આપતા 7 અપક્ષોમાંથી, દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવી લાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલા પ્રધાન પદની રેસમાં આગળ છે.

  • हरियाणा के सभी नागरिकों के आशीर्वाद से कल दीपावली के शुभ अवसर पर दोपहर सवा दो बजे हरियाणा राज भवन में प्रदेश के मुख्यमंत्री के रूप में शपथ ग्रहण करूंगा। जनता ने मुझमें जो विश्वास जताया है उसपर आगे भी खरा उतरने का पूरा प्रयास करूंगा।

    — Manohar Lal (@mlkhattar) October 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

છેલ્લી સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા અનિલ વિજ હરિયાણાના ભાજપના સૌથી વરિષ્ઠ નેતા છે અને છઠ્ઠી વખત અંબાલા કેન્ટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. છેલ્લી મનોહરલાલની સરકારમાં અનિલ વિજ આરોગ્ય, રમતગમત અને યુવા બાબતોના પ્રધાન હતા. અનિલ વિજ ઉપરાંત આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવનારા પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહનું નામ પણ મંત્રી પદની રેસમાં આગળ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે સંદીપ સિંહ સિવાય બીજેપીએ બે વધુ ખેલાડીઓ પહેલવાન યોગેશ્વર દત્ત અને બબીતા ​​ફોગાટને પણ મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ બંને કુસ્તીબાજો રાજકીય હુલ્લડમાં ફસાઈ ગયા હતા. ભાજપના અન્ય ધારાસભ્યો મહિપાલ ઢાંડા, ઘનશ્યામ શર્રાફ, કમલ ગુપ્તા, સુભાષ સુધા અને દીપક મંગલાને પ્રધાન તરીકે નિયુક્તિ અંગે અટકળો કરી રહ્યા છે.

મનોહર લાલના નવા મંત્રીમંડળમાં પ્રધાન તરીકે એક જાટ ચહેરાનો સમાવેશ કરવામાં આવે તેવી વાત ચાલી રહી છે. ભાજપના મોટા જાટ ચહેરા સુભાષ બરાલા, કેપ્ટન અભિમન્યુ અને ઓ.પી.ધનખડ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી શક્યા નથી. આવી સ્થિતિમાં ભાજપના ટિકિટ પર જીતેલા 4 જાટ ધારાસભ્યોમાંથી મહિપાલ ધાંડા, પ્રવીણ ડાગર, કમલેશ ધાંડા અને જેપી દલાલને મંત્રી પદ મળી શકે છે.

દલિતતોના ચહેરા તરીકે વિશંભર બાલમિક પ્રધાન પણ બની શકે છે. આ સાથે જ અભય યાદવ પણ કેબિનેટ પ્રધાન બનવાની તૈયારીમાં છે. રામ કુમાર કશ્યપને પછાત વર્ગમાંથી મંત્રી બનાવવાની સંભાવના છે.

નવી સરકાર માટે ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા મનોહર લાલ ખટ્ટરના કહેવા મુજબ, સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે 2.15 વાગ્યે હરિયાણા રાજ ભવનમાં શરૂ થશે. જેમાં મનોહર લાલ ખટ્ટર ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે દુષ્યંત ચૌટાલા તેમના નાયબ તરીકે શપથ લેશે. રાજ્યના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય તેમને પદથ ગ્રહણ લેવડાવશે.

હરિયાણામાં 13મી વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પક્ષ બહુમતીના આંકડાને સ્પર્શી શક્યો નથી. ભાજપને 40 બેઠકો મળી છે, દુષ્યંત ચૌટાલાની જેજેપીએ 10 બેઠકો, કોંગ્રેસને 31 બેઠકો મળી છે. ભારતીય રાષ્ટ્રીય લોકદળને 1 બેઠક મળી છે, હરિયાણાની લોકહિત પાર્ટીને 1 બેઠક મળી છે. જે બાદ હવે ભાજપ જેજેપી અને 7 અપક્ષો સાથે મળીને સરકાર બનાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.