આપણું બંધારણ આંકડાઓમાં
- બંધારણની હંમેશા યુવા ઉંમર - 70 વર્ષ
- 3 વર્ષ/165 દિવસના અથાક પ્રયાસો
- ઘડાયેલી કલમો - 395
- તૈયાર કરાયેલાં પરિશિષ્ટ - 12
- અનુમતિ અપાઈ - 26 નવેમ્બર 1949
- અમલી બન્યું - 26 જાન્યુઆરી 1950
અસાધારણ વિજય
અન્ય લોકતાંત્રિક દેશોએ તેઓ લોકતંત્રને ગળે વળગાડી શકે અને આપણા બંધારણે એક ઝાટકે તેના નાગરિકોને જે અધિકારો આપ્યા તે આપવા માટે અનેક વર્ષો સંઘર્ષ કરવો પડ્યો હતો. એવાં ઉદાહરણો છે કે, ધર્મ અને જાતિના સામાજિક દૂષણ દેશના વિભાજન માટે મુખ્ય કારણ રહ્યા છે. સમયે સમયે તેમણે તેમનું બેડોળ માથું આ દેશ જેના પર ગર્વ લે છે તે શાંતિ અને ભાઈચારાને ખોરવવા માટે ઉંચક્યું છે. આ બધાં છતાં, આપણા દૂરંદેશી નેતાઓએ તેમનામાં રહેલી તાકાત અને ધીરજ વડે સામૂહિક રીતે બંધારણ પર કામ કર્યું અને લોકાભિમુખ બંધારણ ઘડ્યું. બંધારણનાં ઉદાહરણરૂપ 11 અંકો એનો પુરાવો છે કે, તે દરેક પ્રકરણ ઘડવામાં બુદ્ધિજીવી નેતાઓએ કેટલો ભાવનાશીલ સંઘર્ષ કર્યો છે.
વિવિધ દૃષ્ટિકોણોની એકતા
પહેલું બંધારણ સંમેલન 9 ડિસેમ્બર 1946ના રોજ થયું હતું. બંધારણના 82 ટકા સભ્યો કૉંગ્રેસના હતા. તેમના બધાના વિચારો અને અભિગમો એક સરખા નહોતા. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ સર્જવા માટે તેમના બધા વચ્ચે સંકલન સાધવું તે સામાન્ય બાબત નહોતી. સમગ્ર કવાયત હાજર કૉંગ્રેસીઓ પૂરતી સીમિત હોત તો આપણું બંધારણ અનેક રાજકીય મર્યાદાઓ હેઠળ લખાયું હોત. પરંતુ કૉંગ્રેસે તેને પક્ષ કે આંતરિક બાબત તરીકે ન જોયું. તેણે અન્ય પક્ષોના યોગ્ય ઉમેદવારો, જેઓ વિચારશીલ નેતાઓ કહેવાતા હતા, તેમના માટે એક રસ્તો ખોલ્યો. આ રીતે તેમનાં મંતવ્યો યોગ્ય રીતે જ માગ્યા. બંધારણ કાર્યમાળખા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરની નિમણૂક એ પોતે જ આનું એક ઉદાહરણ છે.
મહાન નેતાઓના પ્રયાસો
ડૉ. આંબેડકરે અભૂતપૂર્વ પ્રતિભા સાથે આપેલી જવાબદારીઓ સંભાળી. સમિતમાં જોકે 300 જેટલા સભ્યો હતા, પરંતુ તેમાંના વીસ જણાએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કૉંગ્રેસ તરફથી જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબુ રાજેન્દ્રપ્રસાદે અગ્રણી ભૂમિકા ભજવી. ક.મા.મુન્શી અને અલ્લાદી કૃષ્ણસ્વામી અયરની ભૂમિકા પણ નોંધપાત્ર હતી. બી. એન. રાવ જેમણે બંધારણ પરિષદના કાનૂની સલાહકાર તરીકે સેવા આપી તેમની અદ્વિતીય ભૂમિકા અને મુખ્ય ઘડવૈયા તરીકે એસ. એન. મુખર્જીની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય છે.
અખંડિતતાને પ્રાધાન્ય અપાયું
ભારત સરકાર અધિનિયમ 1935, જે બ્રિટિશ શાસકોએ ઘડ્યો હતો. તેની મોટા ભાગની જોગવાઈઓ ભારતના બંધારણમાં સમાવવામાં આવી. તેમાંની ઘણી આધુનિક લોકશાહીના અનુભવમાંથી બનાવવામાં આવી. તેનાથી એવી ટીકા ઉદ્ભવી કે બંધારણમાંથી ‘ભારતીયતા’નાં મૂળ ઉખેડવામાં આવી રહ્યા છે. જોકે કેટલાક સભ્યોએ ગાંધીજીના શાસનનું ગ્રામીણ સ્તરે વિકેન્દ્રીકરણ કરવાના સૂચનની તરફેણ કરી, પરંતુ અન્ય કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો નહીં. છેવટે બંધારણ નિર્માતાઓને એવો મત પ્રભાવી કરી ગયો કે આધુનિક બંધારણો વ્યક્તિના અધિકારો પર આધારિત છે અને પંચાયત કે અન્ય સંગઠનોના ઈશારે અને સાદ પર નહીં.
કેન્દ્ર-રાજ્યોના સંબંધો પર ઘણી ચર્ચા થઈ છે. કર આવક અંગે કેન્દ્રને વધુ સત્તા આપવાની પણ ટીકા છે. સંઘીય ઢાંચા માટે સંમત થતી વખતે વંશીય અખંડિતતાની પ્રણાલિ તરીકે કેન્દ્ર સરકાર હોય ત્યારે રાજ્યોને ચોક્કસ સત્તાઓ સાથે વિશેષ દરજ્જો આપવો તે મોટી ચિંતાનો વિષય રહ્યો છે અને આંબેડકરે મજબૂત કેન્દ્રીય શાસનની દલીલ કરી હતી.
અનામતને સમર્થન
સરદાર પટેલે સુનિશ્ચિત કર્યું કે, મુસ્લિમો માટે અલગ મતવિસ્તારની કેટલાક લોકોની દરખાસ્ત બંધારણીય સભામાં નકારી દેવામાં આવે. સરદાર પટેલે કહ્યું કે, જે લોકો આવું કરવા માગે છે તેમનું સ્થાન ભારતમાં નહીં, પાકિસ્તાનમાં છે અને અલગ મતવિસ્તારોથી મુસ્લિમો આ દેશના જીવનને સંપૂર્ણ રીતે અંગીકાર નહીં કરી શકે. સ્ત્રીઓના આરક્ષણની માગણી પર પણ પૂર્ણવિરામ મૂકી દેવાયું. સભામાં પહેલાં સંમતિ થઈ હતી કે શિક્ષણ, નોકરી અને રાજકારણમાં જે લોકો પેઢીઓથી સહન કરી રહ્યા છે અને બહિષ્કારનો સામનો કરી રહ્યા છે અને જેમને અસ્પૃશ્ય તરીકે છોડી દેવાયા છે. તેમના માટે જ માત્ર અનામત હોવી જોઈએ. 1928ની ઑલિમ્પિક્સમાં ભારતીય હૉકી ટીમનું સુકાન કરનાર અને સુવર્ણચંદ્રક જીતવામાં જે મહત્ત્વના હતા તેવા જયપાલ સિંઘે દેશના સભ્યોની સમક્ષ આદિવાસીઓની કરુણાનો ચિતાર આપ્યો. તેનાથી શાંત ચર્ચા થઈ જેનું પરિણામ આદિવાસીઓને અનામત આપવાની તરફેણમાં નિર્ણયના રૂપમાં આવ્યું.
લોક અવાજને આમંત્રણ
કંઈક બીજું પણ છે જે આપણા બંધારણને વિશેષ બનાવે છે. લોકોના મંતવ્યને મોટા પાયે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રજૂઆતો મળી હતી. તેનો સંપૂર્ણ અભ્યાસ કરાયો અને તેના પર અનેક સુનાવણીઓ થઈ. ખોરાકની તંગી, સાંપ્રદાયિક સંઘર્ષો, લાખો શરણાર્થીઓ, સ્વદેશી વસાહતોની જિદ અને કાશ્મીરમાં અથડામણો દેશની લોકશાહીને વિભાજિત કરી રહ્યા હતા, જોકે બંધારણનું ઘડતર સંવેદના સાથે કરવામાં આવ્યું હતું.
અમલ પછી...
બંધારણ અમલમાં આવ્યું તે પછી પણ યાત્રા સરળ તો નથી જ રહી. જમીન સુધારા અને હિન્દુ સંહિતા ખરડા સામે રાષ્ટ્રપતિએ પોતે જ વાંધો ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે પૂછ્યું હતું કે, તેઓ શા માટે મંત્રીઓની સલાહને માનવા બાધ્ય હોવા જોઈએ. બંધારણીય નિષ્ણાતોએ કહ્યું કે, આ જરૂરી છે. તે પછી વિવાદ ઘટ્યો. મૂળભૂત અધિકારો સામાજિક અને આર્થિક ન્યાય પૂરતા મર્યાદિત રાખવાના સંદર્ભમાં સભ્યો વચ્ચે અસંમતિ ઊભી થઈ હતી. કેટલાક કિસ્સાઓમાં, ન્યાયાલયોમાં પણ કોઈ હકારાત્મક પ્રતિભાવ નહોતો. ન્યાયાલયના ચુકાદાઓને ટાળવા માટે અનેક બંધારણીય સુધારાઓ કરવા પડ્યા છે.
કટોકટી દરમિયાન અનેક બંધારણીય જોગવાઈઓને હળવી કરવા માટે ૪૨મો સુધારો લાવવામાં આવ્યો. તે પછીની જનતા સરકારે આવા ફેરફારો ટાળવા માટે એક બંધારણીય સુધારો રજૂ કર્યો ત્યારે પરિસ્થિતિ ઠીક થઈ.
ન્યાયાલયોના આદેશ વડે સુરક્ષા
ન્યાયપાલિકાની સક્રિયતાના બહાના હેઠળ, સર્વોચ્ચ ન્યાયાલયના અનેક ચુકાદાઓએ બંધારણની અનેકવાર રક્ષા કરી છે અને તેની અનેક ટીપ્પણીઓ દેશના નાગરિકોની તરફેણમાં છે. કેશવાનંદ ભારતીના કેસમાં બંધારણીય માળખાની વ્યાખ્યા કોઈ પણ સંગઠનના કાર્યકારી લોકો જવાબદાર છે તેવી પરિકલ્પનામાં ઘણો મોટો ફાળો આપ્યો. 1990ના દાયકામાં, એક મૂલ્ય તરીકે બિનસાંપ્રદાયિકતામાં ઘણા ઉતારચડાવ આવ્યા તેમ છતાં તે મજબૂત ઊભી રહી.
ભારતનું મહાન બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ, આજથી બરાબર 70 વર્ષ પહેલાં ઘડાઈને અનુમતિ પામ્યું. બંધારણની આવી મહાન અને સફળ યાત્રાનો નેતા સામાન્ય માનવી પોતે જ છે. ભારતમાં બહુપક્ષીય રાજકીય લોકશાહી ફૂલીફાલી છે અને ચૂંટણીઓ નિયમિત અંતરાલે થતી રહી છે. એ સામાન્ય માનવીનો મત છે જે લોકશાહીનું ભવિષ્ય નક્કી કરે છે..!!