ન્યૂઝ ડેસ્કઃ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. આ માસમાં લોકો ભગવાન શિવને બિલીપત્ર ચઢાવી પૂજા-અર્ચના કરે છે. પવિત્ર માસ દરમિયાન વ્રત અને ઉપવાસનો પણ અનેરો મહિમા હોય છે.
શ્રદ્ધા અને આસ્થાથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, તો દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ દરેક મનોકામના પૂર્ણ કરવા માટે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો પડે છે. ભગવાન શંકર ક્યારેક રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, તો ક્યારેક ખૂબ પ્રશન્ન થાય છે. જ્યારે ભગવાન શિન પ્રશન્ન થાય છે, ત્યારે લોકોની મનોકામના પૂર્ણ કરે છે.
આ શ્રાવણના પવિત્ર મસ દરમિયાન ભગવાન શંકરની ઉપાસના કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ઋષિમુનીઓ જણાવે છે કે, શી (નિત્ય સુખ) ઇ (પુરૂષ) અને વ (શક્તિ). આ ત્રણેયનું સુભગ મિલન એટલે પરમકૃપાળુ ભોળાનાથ 'સદાશિવ'.
શ્રાવણના પવિત્ર માસમાં દર સોમવારે લોકો ભગવાન શિવની પૂજા, પ્રાથના કરે છે અને મંદિરે દર્શનાર્થે જાય છે. સોમવારના દિવસે શિવની આરાધનાને 'સર્વસુલભ' માનવામાં આવે છે. જેથી આ પવિત્ર માસમાં ભગવાન શંકરના દર્શન અને અભિષેક કરવાથી 'અશ્વમેઘ યજ્ઞ' જેટલું પુણ્ય અને ફળ મળે છે.
જો કે, ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત 21 જુલાઈના રોજ દિવાસાથી થશે.