નવી દિલ્હીઃ વિમાન કંપની સ્પાઇસ જેટ 12થી 26 જુલાઇ 2020 વચ્ચે ભારતના ચાર શહેરથી દુબઇ માટે વિશેષ ઉડાનોનું પરિચાલન કરશે. સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું કે, દિલ્હી, મુંબઇ, કોઝીકોડ અને કોચ્ચિથી યુએઇ માટે ઉડાનો સંચાલિત કરાશે.
સ્પાઇસજેટની મુખ્ય વાણીજ્યક અધિકારી શિલ્પા ભાટિયાએ કહ્યું કે, આપણે સંયુક્ત અરબ અમીરાત માટે આવતા 15 દિવસોમાં અનુસૂચિત ઉડાનોનું પરિચાલન કરીશું અને અમને આશા છે કે, જે લોકો ખૂબ જ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. તેઓ આ અવસરનો લાભ મેળવશે. વિમાન કંપનીએ જણાવ્યું કે, યુએઇ, સાઉદી અરબ, ઓમાન અને કતરથી છેલ્લા 45 દિવસોમાં વિશેષ ઉડાનોનું પરિચાલન કરીને વંદે ભારત મિશનમાં ભાગ લઇને 45,000થી વધુ લોકોને પરત લાવવામાં મદદ કરી છે.
આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 9 જુલાઇએ કહ્યું હતું કે, ભારત અને સંયુક્ત અરબ અમીરાતે બંને દેશોની વચ્ચે 12 જુલાઇથી 26 જિલાઇ સુધી પરિચાલિત થનારી તેમની ચાર્ટર ઉડાનોને બંને અને પાત્ર યાત્રિકોને લઇ જવાની પરવાનગી આપવામાં સહમતિ દર્શાવી છે. મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત અરબ અમીરાતના વિમાનો દ્વારા સંચાલિત ચાર્ટર ઉડાનોને હવે ભારતીય નાગરિકોને સંયુક્ત અરબ અમીરાતથી ભારત લાવવા અને આઇસીએ અનુમોદિત યુએઇ નિવાસીઓને લઇ જવાની અનુમતિ આપવામાં આવશે.
આઇસીએના તાત્પર્ય યુએઇ ફેડરલ ઓથોરિટી ફૉર આઇડેન્ટિટી એન્ડ સિટિઝનશીપથી છે. સંયુક્ત અરબ અમીરાતના નિવાસ પરમિટવાળા યાત્રીને તેના દેશમાં પ્રવેશ કરવા માટે કોઇ ઉડાન લેવા પહેલા આઇસીએની મંજૂરી લેવી પડશે.