નવી દિલ્હીઃ આજે નિર્ભયા કેસમાં દોષીઓની ફાંસી ટાળવા મુદ્દે કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનવણી થશે. દોષી દ્વારા અવાર-નવાર થતી દયા અરજીના કારણે તેમની ફાંસીને આગળ ધકેલવામાં આવી રહી છે. જેથી કેન્દ્ર સરકારે દોષીઓને વહેલી તકે ફાંસી આપવા અંગેની અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેની સુનાવણી આજે બપોરે 3 કલાકે દિલ્હી હાઈકોર્ટમાં થશે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં અરજી કર્યા બાદ દિલ્હી હાઈકોર્ટે ચારેય દોષીઓને નોટીસ ફટકારી હતી. તેમજ તિહાડ જેલના સુપ્રિન્ટેડેન્ટન પણ નોટીસ પાઠવી હતી. દિલ્હી હાઈકોર્ટના સોલિટર જનરલ તુષાર મહેતાએ શનિવારે નિર્ભયાના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવની માગ કરી હતી. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, "જો કેસની પ્રક્રિયા આ રીતે ચાલશે તો ક્યારેય પણ કેસનો અંત આવશે નહી."
કેન્દ્ર સરકારે દોષીઓને સજા અપવવા અંગેનું કડક વલણ દાખવતા કહ્યું હતું કે, "આ દોષિતો કાયદા સાથે રમી રહ્યાં છે. જેથી તેમની પર દયા ન કરી અને વહેલી તકે ફાંસીએ ચઢાવી દેવા જોઈએ."
નોંધનીય છે કે, નિર્ભયા દુષ્કર્મ અને હત્યાના દોષી વિનય શર્માની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે નામંજૂર કરી હતી, ત્યારબાદ નિર્ભયા કેસના ચારેય દોષીઓને શનિવારે સવારે છ વાગ્યે ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ કોર્ટના આદેશ બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી.
નિર્ભયાના ચાર આરોપીઓને ફાંસી આપવાનું જાહેર કરાયાને આશરે 12 કલાક પહેલા, દિલ્હીની કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને દોષિતોને આગલા આદેશ સુધી ફાંસીએ ન લટકાવવા જણાવ્યું હતું. બાદમાં શુક્રવારે કોર્ટે તિહાડ જેલ અધિકારીઓને દોષિઓ વિરૂદ્ધ જાહેર કરાયેલા ડેથ વોરંટને રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.