કર્ણાટક: અતિ સર્વત્ર વર્જયતે કહેવત સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાઈરસને રોકવા માટે આડેધડ આયુર્વેદિક દવા પીધા પછી પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલ પિતાની હાલત ગંભીર છે. આ ઘટના સીરસી તાલુકાના રમણબેલ ગામમાં બની હતી.
રમણબેલ ગામના ફ્રાન્સિસનું આયુર્વેદિક દવા પીધા બાદ અવસાન થયું હતું. જ્યારે તેના એન્થોની જેમની ઉંમર 70 વર્ષની છે. તેમને પણ આ આયુર્વેદિક દવા પીધી હતી. હાલ તેમની હાલત પણ ગંભીર છે.
પિતા-પુત્રએ કેટલીક આયુર્વેદિક દવા પીધી હતી. પરંતુ આ દવાની આડઅસરથી પુત્રનું મોત નીપજ્યું છે. જ્યારે એન્થનીને ગંભીર હાલતમાં સિરસીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.