સ્મૃતિ શર્માએ પોતાના આર્ટીકલમાં ઇન્ડો-ચાઇનાના સંબંધો વિશે વાત કરી છે. તાજેતરમાં મોસ્કોની એક ક્લબમાં સંવાદ દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે, અમે કલમ-37૦ અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનના મતભેદો તેમજ ચીન સાથે સીમા વિવાદ સહિતના મુદ્દાનું શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લઇ આવીશુ. આ બાબતથી સંકેતો મળે છે કે, વડાપ્રધાનના વારાણસીના મતદાર ક્ષેત્રને બદલે તમિળનાડુમાં એક દરિયાકાંઠાનો શહેર રાષ્ટ્રપતિ શી જિનપિંગને અનૌપચારિક બેઠક માટે હોસ્ટ કરી શકે છે. લદાખને કેન્દ્રીય પ્રદેશ બનાવ્યાં બાદ ગૃહપ્રધાન અમિત શાહે અક્સાઇ ચીન અને પીઓકેને ભારતનો 'અવિભાજ્ય અને અભિન્ન' અંગ જાહેર કર્યા બાદ ચીન ગુસ્સામાં છે, પણ આ મુદ્દે ચીન સીધો વિરોધ કરતા અટકાશે.
ભારત-ચીન વચ્ચેના સંબંધ વિશે અત્યાર સુધી ઘણા પગલા લેવાયા હોવા છતાં ભારત અને ચીન વચ્ચે વિશ્વાસનો અભાવ છે. ઓક્ટોબરમાં થઇ રહેલી નિર્ણાયક બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાંથી દૂર કરેલી કલમ-37૦ અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનના મતભેદોનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. આ બેઠકમાં પાકિસ્તાનના વલણ પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આમ તો ચીન પાકિસ્તાનનો સાથ આપે છે, પણ વડાપ્રધાન મોદી સાથે ચીનના સંબંધો પણ સારા છે. જેથી ચીન આ મુદ્દે ભારતનો વિરોધ કરતા પહેલા વિચારશે.
ભારત સામે પડકાર એ છે કે, કાશ્મીર અને સરહદ પર આતંકવાદનો મુદ્દો અલગ હોવા છતાં ભારત-ચીન સંબંધ વાતચીતના માર્ગ પર આગળ વધે તેની ખાતરી કરવી પડશે. મોદી અને જિનપિંગ આવનારા અઠવાડિયામાં મુલાકાત કરવાના છે. ત્યારે, આ તમામ મુદ્દા મુખ્ય રહેશે. ભારત ચીન વચ્ચે ડોકલામ વિવાદ પણ ઉભો જ છે. જેથી સરહદીય બાબતોની પણ ચર્ચા થઈ શકે છે.
ઓછામાં પુરુ ચીન પાકિસ્તાનનો સાથ આપતા પહેલા આતંક વિરોધી નીતિનું સમર્થન કરી શકે છે. જે ભારત માટે સારું છે, પણ જ્યારે પાકિસ્તાન-ચીન મળે ત્યારે ચીન પાકિસ્તાનનો સાથ આપે છે. જે ભારત માટે ખતરારૂપ છે.