ETV Bharat / bharat

અરુણાચલમાં સુરક્ષા દળો-નક્સલી વચ્ચે અથડામણ, 6 નક્સલી ઠાર, એક જવાન ઘાયલ

author img

By

Published : Jul 11, 2020, 12:52 PM IST

અરુણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં શનિવાર છ વાગ્યે સુરક્ષાદળો સાથે થયેલી મુઠભેડમાં 6 નક્સલવાદી ઠાર કરાયા હતા, ત્યારબાદ સર્ચ ઓપરેશન કરતા ઘટના સ્થળેથી 6 હથિયારની સાથે અન્ય યુદ્ધ સામગ્રી મળી હતી.

અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના લોંગોડિંગ જિલ્લાના એનગિનૂ ગામમાં સર્ચ ઓપરેશન થયું હતું. જેમાં આસામ રાઈફલ્સેે નક્સલવાદી ઠાર માર્યા હતાં. મળતી માહિતી પ્રમાણે, આ મુઠભેડમાં આસામ રાઈફલ્સનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

મળતી માહિતી અનુસાર, આ અભિયાનમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ નાગા આતંકવાદી સંગઠન NSCN (આઈએમ)ના હોવાની શક્યતા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટર સવારે લગભગ 4.30 વાગ્યે થયું હતું. બાદમાં ત્યાં તપાસ કરતાં ઘટના સ્થળેથી 6 શસ્ત્રો સહિત અન્ય સામગ્રી મળી હતી.

અરુણાચલ પ્રદેશના DGPએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટર બાદ સ્થળ પરથી ચાર એકે-47 રાઇફલ્સ અને બે ચીની એમ.સી.યુ. મળી આવ્યાં છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.