શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવની 550મી જયંતીના ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ આયોજનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સિદ્ધુને આમંત્રણ આપ્યુ છે. આ મામલે સિદ્ધુએ ભારત પાસેથી કાર્યક્રમમાં શામેલ થવાની પરવાનગી માગી છે.
ભારત સરકારે જણાવ્યુ છે કે,પાકિસ્તાન સરકાર દ્વારા આંમત્રિત કરાયેલ સર્વે લોકોને પહેલા રાજનીતિક મંજૂરી લેવી પડશે. સિદ્ધૂએ શનિવારે પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને જયશંકર પાસેથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પરવાનગી માગી છે.
તેમણે પત્રમાં લખ્યુ કે, ' એક વિનમ્ર શીખના રુપમાં આપણા મહાન ગુરૂ બાબા નાનકના ઐતિહાસિક અવસર પર શ્રધ્ધાંજલી અર્પિત કરવી અને તેમાં જોડાવું એ મહાન સમ્માન હશે. એટલા માટે મને આ શુભ અવસર માટે પાકિસ્તાન જવાની પરવાનગી આપવામાં આવે.'