નવી દિલ્હીઃ ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં, તેમને પડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ શશિ થરૂરે ગૃહ પ્રધાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, અમિત શાહ દિલ્હીની મુખ્ય હોસ્પિટલ AIIMSમાં દાખલ કેમ નથી થયા? તેમણે વધુમાં કહ્યું કે, જાહેર સંસ્થાઓને મજબુત કરવાની જરૂર છે. કારણ કે, તે જનતાના વિશ્વાસને પ્રેરિત કરે છે.
-
True. Wonder why our Home Minister, when ill, chose not to go to AIIMS but to a private hospital in a neighbouring state. Public institutions need the patronage of the powerful if they are to inspire public confidence. https://t.co/HxVqdREura
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">True. Wonder why our Home Minister, when ill, chose not to go to AIIMS but to a private hospital in a neighbouring state. Public institutions need the patronage of the powerful if they are to inspire public confidence. https://t.co/HxVqdREura
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2020True. Wonder why our Home Minister, when ill, chose not to go to AIIMS but to a private hospital in a neighbouring state. Public institutions need the patronage of the powerful if they are to inspire public confidence. https://t.co/HxVqdREura
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2020
ઉલ્લેખનીય છે કે, રવિવારે ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે એક ટ્વીટમાં અમિત શાહે કહ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય સારૂં છે, પરંતુ ડૉક્ટરોની સલાહના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્વીટમાં તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ થવા અને પોતાનો રિપોર્ટ કરાવા વિનંતી પણ કરી હતી.
દેશમાં કોરોના વાઇરસના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન ઘણા રાજકીય નેતા પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પા અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાઇરસની કુલ સંખ્યા 18 લાખનો આંક વટાવી ગઇ છે. જેમાં અંદાજે 5,79,000 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ અત્યારે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.