મહારાષ્ટ્રમાં NCP વડા શરદ પવારના ઘટનાક્રમથી રાજકારણ ગરમાયું છે. તેઓ પ્રવર્તન નિર્દેશાલય (ED) કાર્યાલય પહોંચ્યા છે. અહીં આશ્ચર્યની વાત એ છે કે શરદ પવાર EDની નોટીસ વગર જ કાર્યાલયે પહોંચી ગયા છે. તેમના આગમનના કારણે કોઈ સંઘર્ષ ન થાય તે માટે ED કાર્યાલયની બહાર કલમ 144 લાદી દેવાઈ છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે તેમના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી રહી છે.
પોલીસે શુક્રવારે જણાવ્યું કે પવારની હાજરીને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો દક્ષિણ મુંબઈના બલ્લાર્ડ પિયરે સ્થિત પ્રવર્તન નિર્દેશાલય તરફ જતા માર્ગ પર ગોઠવી દેવાયો છે.
મહારાષ્ટ્ર સહકારી બેંકના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી બાબતમાં પવારનું નામ સંકળાયેલું છે. પરંતુ ઈડીએ તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી.
NCP પ્રવક્તા નવાબ મલિકે ટ્વીટ કરતા લખ્યું કે, માનનીય શરદ પવાર બપોરે બે વાગ્યે ઈડી કાર્યાલયે પહોંચશે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. પરંતુ પોલીસે ગઈકાલ રાતથી જ કાર્યકર્તાઓની ધરપકડ શરૂ કરી છે. અમે કાયદા-વ્યવસ્થામાં વિશ્વાસ રાખીયે છે. આ અત્યાચાર યોગ્ય નથી.