રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારે કહ્યું કે હું હજી યુવાન છુ અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને હરાવીને જ રાજકારણમાંથી સન્યાસ લઈશ. ડિસેમ્બરમાં પવાર 79 વર્ષના થશે.
તેઓ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અકોલના બાલાપુરમાં રેલી સંબોધી રહ્યાં હતા, અહીં રાજ્યમાં 2 ઑક્ટોબરે વિધાનસભા ચૂંટણી યોજાશે.
રેલીમાં પક્ષના અન્ય નેતાએ પોતાના સંબોધનમાં કહ્યું કે શરદ પવાર આ ઉંમરે પણ આખા રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ વાતને ટાંકી પવારે પોતાના સંબોધનમાં કહ્યું કે, 'કોઈએ કહ્યું કે હું આ ઉંમરમાં પણ પ્રચાર કરું છુ. હું આપણા પક્ષનો પ્રમુખ છુ. ફરીથી આમ ન બોલે. શું હુ વૃદ્ધ થઈ ગયો છું.' આ સાંભળી ભીડમાંથી કોઈએ કહ્યું કે 'અભી તો મેં જવાન હું', જેનો જવાબ આપતા પવારે કહ્યું કે હું હજુ યુવાન છુ. ચિંતા ન કરશો, સત્તાધીશોને ઘરે મોકલ્યા બાદ જ ઘરે જઈશ'