આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયુ છે. કુલ 288 બેઠકોમાં 50 ટકા બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો છે.
જો કે, પુણેની કેટલીક બેઠકો માટે બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ ઉપરાંત પ્રકાશ આંબેડકરની પાર્ટીને પણ ગઠબંધનમાં સ્થાન મળે તેવી અટકળો ચાલી રહી છે.
આ અંગે ETV BHARAT એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ મુદ્દો જ ત્યારે સપાટી ઉપર આવ્યો જ્યારે પુણે બેઠક ઉપર પ્રકાશ આંબેડકરની પાર્ટી અંગે કેટલાક મતભેદો ઉભા થયા.
બીજી બાજુ કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે, બંને પક્ષોએ ગઠબંધનથી આગળ વધી એક જ પક્ષ બની જવો જોઈએ.
સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે 15 મીનિટ ચાલેલી બેઠકમાં પુણે પ્રકાશ આંબેડકરના પક્ષને ગઠબંધનમાં સામેલ કરવા સહિતની રાજકીય રણનીતિ અંગે ચર્ચા થઈ હતી.