CAAના સમર્થનમાં રેલી કાઢનાર ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની અટકાયત કરવામાં આવી હતી. જે બાબતે પોલીસે કહ્યું કે, આ રેલીનું આયોજન પોલીસની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપનું કહેવું છે કે, તેઓ દ્વારા અધિકારીઓને જાણકારી અપાઇ હતી.
આ અંગે વિજયવર્ગીયે કહ્યું હતું કે, અમે CAAના સમર્થનમાં રેલી યોજી હતી. પરંતુ મમતા બેનર્જીની પોલીસ અમને શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે રેલી કાઢવાની મંજૂરી આપતી નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, અનુમતિ વિના સરઘસ કાઢવા બાબતે અન્ય સમર્થકોની સાથે ત્રણ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.