હાઈકોર્ટ નિર્ભયા મામલે મોતની સજા ફટકારેલા આરોપી પવન ગુપ્તાની ઘટના સમયે પોતે સગીર હોવાની અરજી પર સુનાવણી થશે. અરજીમાં પવન સગીર હોવાના દાવા પરે તેનો દાવો છે કે, ઘટના સમયે તે સગીર હતો. ન્યાયમૂર્તિ આર ભાનુમતિ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યામૂર્તિ એ એસ બોપન્નાની પીઠે પવન કુમાર ગુપ્તાની અરજી પર સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટમાં અરજી
ગુપ્તાએ તેમની અરજીમાં દાવો કર્યો હતો કે, તે ડિસેમ્બર 2012માં ઘટના સમયે સગીર હતો. સુપ્રીમ કોર્ટ અરજી રદ કરી હતી.
1 ફેબ્રુઆરી ફાંસી
આ સાથે તેમને અધિકારીઓને ફાંસીની સજા રોકવા પર અપીલ કરી છે. દિલ્હીની એક અદાલતે નિર્ભયા મામલે 4 દોષીઓ વિનય શર્મા, અક્ષય કુમાર , પવન કુમાર અને પવન વિરુદ્ઘ 1લી ફેબ્રુઆરી ફરીથી ડેથ વોરંટ જાહેર કર્યું છે.
શું છે સમગ્ર મામલો
દિલ્હીમાં 7 વર્ષ પહેલા 16 ડિસેમ્બરની રાત્રે એક સગીર સહિત 6 લોકોએ ચાલુ બસમાં 23 વર્ષીય વિદ્યાર્થી સામુહિક દુષ્કર્મ આચર્યુ હતુ અને બસ બહાર ફેકવામાં આવી હતી. સિંગાપુરમાં 29 ડિસેમ્બર 2012 હોસ્પિટલમાં પીડિતાનું મૃત્યું થયુ હતુ.આ સમગ્ર મામલે એક દોષી રામ સિંહે તિહાડ જેલમાં આત્મહત્યા કરી હતી.
સર્વોચ્ચ અદાલતે તેના 2017ના ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી અદાલતે આ કેસમાં સજા સંભળાવી મૃત્યુ સજાને યથાવત રાખી હતી.