સુપ્રીમ કોર્ટે અહીં આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, રેગ્યુલર વેકેંન્સીને ભરવા માટે એકસાથે ચૂંટણી થતી હોય છે. પણ આકસ્મિક વેકેન્સીમાં એક સાથે ચૂંટણી કરવામાં કોઈ વાંધો નથી. હવે કોર્ટના અનેક આદેશ બાદ હવે એક અન્ય શ્રેણી પણ આવી છે જેમાં તમે ચૂંટણી પંચ સામે અરજી કરી શકો છો.
ગુજરાતમાં હવે ભાજપનું પલ્લુ ભારે
કોર્ટે આપેલા આ નિર્ણય બાદ ભાજપ બંને સીટની જીત માટે વધારે દાવેદાર સાબિત થવા જઈ રહ્યા છે, કારણ કે, સંખ્યાબળના હિસાબે જોઈએ તો ભાજપ પાસે ગુજરાતમાં 100થી વધારે ધારાસભ્યો છે જ્યારે જીત માટે ફક્ત 61 મતની જરૂર હોય છે. ચૂંટણી પંચના આદેશ મુજબ ધારાસભ્યો હવે અલગ અલગ મત આપશે. હવે ભાજપ પાસે 100થી વધારે ધારાસભ્યો હવોના કારણે અલગ અલગ બે વાર મતદાન કરશે જેથી ભાજપની જીત એકદમ આસાન થઈ જશે.
રાજ્યસભા ચૂંટણીનો શુ છે વિવાદ
વાસ્તવમાં જોઈએ તો, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી ચૂંટણી જીતતા તેમણે રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપવું પડ્યું છે ત્યારે આવા સંજોગામાં હવે આ બંને સીટ પર ફરી વાર ચૂંટણી થવાની છે. આ કેસમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, આ બંને સીટ પર એકસાથે મતદાન કરાવામાં આવે.
એકસાથે ચૂંટણી થાય તો કોંગ્રેસના ખાતામાં એક સીટ આવે તેવી શક્યતા હતી
ગુજરાત વિધાનસભામાં ભાજપના 100 અને કોંગ્રેસના 75 ધારાસભ્યો છે. જ્યારે સાત બેઠક ખાલી પડેલી છે. એવામાં જો ખાલી પડેલી આ બંને રાજ્યસભા સીટ પર એકસાથે ચૂંટણી કરાવામાં આવે તો ધારાસભ્યો એક વખત જ મતદાન કરી શકે અને તેનો લાભ કોંગ્રેસને મળે તો એક સીટ ભાજપ અને એક સીટ કોંગ્રેસ પાસે જાય તેવી શક્યતાઓ હતી. એટલા માટે જ કોંગ્રેસ આ બંને સીટ પર એક સાથે ચૂંટણી કરાવાનો નિર્ણય પર અડગ રહ્યા હતાં.