સહારનપુર: જિલ્લાના પોલીસ સ્ટેશન સદર બજારમાંથી એક યુવતીનું અપહરણ કરી યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આસપાસના લોકોએ યુવાનોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે યુવતીના પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
સરાહનપુરમાં ફરી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશન સદર બજાર વિસ્તારમાં એક યુવતી પર ત્રણ યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. યુવતીના પરિવારનું કહેવું છે કે, યુવતી તેના મિત્રના ઘરે ગઈ હતી, ત્યારે તેના ક્લાસના છોકરાઓએ બ્લેકમેલ કરી કેટલાક ફોટા બતાવ્યા હતા. બાદમાં યુવતીનું અપહરણ કરી તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીના પરિવારે ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી કરવા માગ કરી છે.