ETV Bharat / bharat

જામિયાની વિદ્યાર્થીની સફૂરાની ધરપકડ અને ગર્ભવતી હોવા પર સોશિયલ માડિયામાં ધમાલ

દેશની રાજધાની દિલ્હીની હિંસામાંં દિલ્હી પોલીસના વિશેષ સેલે જામિયાની વિદ્યાર્થીની સફુરા જરગરની ધરપકડ કરી હતી. જે હાલમાં તિહાડ જેલમાં બંધ છે. હવે તેણીની ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ટ્વિટર પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો છોકરીના પક્ષમાં અને કેટલાક લોકો વિરોધમાં ટિપ્પણી કરી રહ્યાં છે. બીજી તરફ સફુરાના પતિએ ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, મને ન્યાયની અપેક્ષા છે.

safoora zargar pregnancy issue discussing on twitte
જામિયાની વિદ્યાર્થીની સફુરાની ધરપકડ અને ગર્ભવતી હોવા પર સોશિયલ માડિયામાં ધમાલ
author img

By

Published : May 5, 2020, 6:11 PM IST

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હિંસામાંં દિલ્હી પોલીસના વિશેષ સેલે જામિયાની વિદ્યાર્થીની સફુરા જરગરની ધરપકડ કરી હતી. જે હાલમાં તિહાડ જેલમાં બંધ છે. હવે તેણીની ત્રણ મહિનાની ગર્ભવતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ટ્વિટર પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો છોકરીના પક્ષમાં અને કેટલાક લોકો વિરોધમાં ટિપ્પણી કરી રહ્યાં છે. બીજી તરફ સફુરાના પતિએ ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, મને ન્યાયની અપેક્ષા છે.

safoora zargar pregnancy issue discussing on twitte
જામિયાની વિદ્યાર્થીની સફુરાની ધરપકડ અને ગર્ભવતી હોવા પર સોશિયલ માડિયામાં ધમાલ

મળતી માહિતી મુજબ, 10 એપ્રિલે દિલ્હી પોલીસના વિશેષ સેલે જામિયાની વિદ્યાર્થી સફુરા જરગરની ધરપકડ કરી હતી. જેની સામે યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જે બિનજામીનપાત્ર ગુનો છે. હાલ તે તિહાડ જેલમાં બંધ છે. ધરપકડ સમયે કોર્ટમાં તેના વતી કહેવામાં આવ્યું કે, તે ત્રણ મહિનાની ગર્ભવતી છે. જેના જામીન માટે પરિવારે નીચલી અદાલતમાં અરજી કરી હતી. જેમાં કહ્યું હતું કે, સફુરા ગર્ભવતી છે, પરંતુ તેને કોર્ટ તરફથી જામીન મળ્યાં નથી.

સોશિયલ મીડિયા પર સફુરા જરગર વિશે સતત ટ્વીટ્સ કરવામાં આવી રહ્યાં છે. એક તરફ સફુરા પર નિશાન સાધતા તેણીના ગર્ભવતી બનવા અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે, બીજી તરફ લોકો ધરપકડને લઈને ટ્વીટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી બંને તરફી સેંકડો ટ્વીટ થઈ છે. સફુરાના લગ્ન અંગે પણ સવાલો ઉભા થયા છે. બીજી તરફ સફુરાના લગ્નની તસવીરો પણ સમર્થકો દ્વારા ટ્વીટર પર મૂકવામાં આવી છે.

સફુરા જરગરનો પરિવાર અને પતિ આ સમગ્ર મામલે મીડિયા સામે કોઈ વાત કરી રહ્યાં નથી, પરંતુ કહે છે કે, અમનેે ન્યાયીક પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. સફુરાની ધરપકડને ખોટી ગણાવવા કોર્ટ પાસે ન્યાયની માંગ કરી છે. આશા છે કે સફુરાને ટૂંક સમયમાં ન્યાય મળશે અને તે જેલમાંથી બહાર આવશે.

દિલ્હી પોલીસના વિશેષ સેલનો દાવો છે કે, અમે પુરાવા એકત્રિત કર્યા પછી જ સફુરાની ધરપકડ કરી છે. બીજી તરફ તિહાડ જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે, સફુરાને જેલમાં સંપૂર્ણ તબીબી સુવિધા આપવામાં આવી રહી છે. જેલમાં બધી સુવિધાઓ મળી રહી છે, જે અન્ય કેદીઓને આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.