નથુરામ ગોડસને દેશભક્તના નિવેદન બાદ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાને સંસદીય સમિતિથી દુર કરવામાં આવ્યા છે.
રક્ષા મંત્રાલયના કમેટીમાં કુલ 21 સભ્યો છે. જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. આ કમિટીમાં સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, શરદ પવાર, ફારુક અબ્દુલા, જેપી નડ્ડા સહિત અન્ય 21 નેતા સામેલ છે.
સાધ્વીના નિવેદન બાદ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સંસદમાં આપેલું તેમનું નિવેદન નિંદનીય છે. ભાજપ આવી કોઈ વિચારધારાને સમર્થન આપતી નથી.
નડ્ડાએ કહ્યું કે, ભાજપે નિર્ણય લીધો છે કે, પ્રજ્ઞા ઠાકુરને રક્ષા મામલે દુર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સંસદના શિયાળું સત્રમાં સાધ્વી પ્રજ્ઞાને સંસદીય દળની બેઠકમાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવશે નહિ.