શુક્રવારે રશિયાના વિદેશ પ્રધાને એક નિવેદન જાહેર કરી ભારતનો સાથ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર મુદ્દે લેવાયેલો નિર્ણય ભારતીય બંધારણની સીમામાં છે. મોસ્કોને આશા છે કે જમ્મુ કાશ્મીર મુદ્દે લેવાયેલા નિર્ણયના પરિણામે ભારત અને પાકિસ્તાન ક્ષેત્રમાં શાતિ જળવાશે અને સ્થિતિને જટિલ નહી બનવા દે.
રશિયાએ સરકારને નિર્ણયને સમર્થન આપતા કહ્યું કે જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવુ અને તેમાં બદલાવ લઇ આવવો તે ભારતીય બંધારણની સીમામાં છે. વિદેશ પ્રધાને નિવેદનમાં કહ્યું કે રશિયાએ હંમેશા ભારત-પાકિસ્તાન વચ્ચે સારા સંબંધોની અપેક્ષા રાખી છે અને આશા છે કે, બંને દેશ કોઈ પણ વિવાદનો ઉકેલ રાજકીય સંવાદ અને દ્વીપક્ષીય રીતે લઇ આવશે. જો કે રશિયા હંમેશા ભારત અને પાકિસ્તાનના સંબંધને લઈ ભારતને સમર્થન આપતું આવ્યું છે.